Gujarat

હાલોલ- વડોદરા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત

હાલોલ
દેશ સહિત ગુજરાતમાં અકસ્માતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે જ્યારે સરકાર તેમજ ટ્રાફિક પોલીસ ટ્રાફિક ડ્રાઈવ રાખી રહી છે લોકોને જાગૃત કરી રહી છે કે ઝડપની મજા મોતની સજા, વાહન ધીમે હાંકો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ બાંધો તેમ છતાં લોકો પૂર ઝડપે વાહનો હાંકી ને પોતાની તેમજ અન્યની જાન ગુમાવે છે. હાલોલ તાલુકાના બાસ્કા ગામે રહેતા મહેશભાઈ લીમજીભાઈ વસાવાનો ૨૨ વર્ષીય પુત્ર અમિતકુમાર મહેશભાઈ વસાવા હાલોલ-વડોદરા હાઇવે રોડ પર રહીને પોતાની મોટરસાયકલ લઇને પસાર થઇ રહ્યો હતો. ત્યારે હાલોલ-વડોદરા હાઇવે રોડ પર આવેલ નૂરપુરા ગામ પાસે આવેલી ર્નિભય કંપની પાસે મુખ્ય રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે પોતાના વાહનને માતેલા સાંઠની જેમ બેફામ પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી લઈ આવી અમિતની મોટર સાયકલને પાછળથી જાેરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહનની ટક્કરથી મોટર સાયકલ સહિત અમિત રોડ પર પછડાતા માથાના ભાગે તેમજ કાનના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ અમિતનું કરુણ મોત નીપજ્યું હતું. જેમાં એમ્બ્યુલન્સ મારફતે અમિતના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાતા પરિવારજનો સહિત મોટી સંખ્યામાં અમિતના મિત્રો રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે બનાવ અંગે અમિતના પિતા મહેશભાઈ વસાવાએ હાલોલ રૂરલ પોલીસ મથકે અજાણ્યા વાહનના ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મોતને ભેટેલા અમિતના માતા-પિતાએ પોતાનો એકનો એક જુવાનજાેધ દીકરો ગુમાવ્યો હતો. જ્યારે અમિતની બહેનેએ પોતાનો લાડકવાયો ભાઇ ગુમાવ્યો હતો. અમિતના મિત્રવર્તુળમાં પણ અમિતના અકસ્માતમાં અકાળે મોતથી ભારે આઘાત સાથે દુઃખની લાગણી ફેલાઇ હતી.

Bike-rider-killed-in-vehicle-collision.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *