Gujarat

કઠલાલ તાલુકા ભા.કિ.સંઘ દ્વારા કઠલાલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું.

.
રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ રાયસિંગ ઝાલાની આગેવાનીમાં અન્ય કાર્યકરો સહિત મામલતદાર કચેરી કઠલાલ ખાતે પ્રતીક ધરણા કાર્યક્રમ યોજાયો ત્યારબાદ  કઠલાલ મામલતદાર  ને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર માં જણાવ્યા મુજબ વીજ પુરવઠો હોર્સ પાવર આધારિત વીજ દર માં સમાનતા લાવવી,સૂર્યોદય યોજના સમગ્ર તાલુકા માં શરૂ કરવી તેમજ જો ટ્રાન્સફૉર્મર બળી જાય તો તાત્કાલિક બદલી આપવું જેવા બીજા અન્ય મુદ્દા ઓ ને લઇ ભારતીય કિસાન સંઘ દ્વારા કઠલાલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને વહેલી તકે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *