Gujarat

નંદુરબારના ૩ બાળકો બિસ્કીટ લેવા નદી પાર કરતા ડૂબી ગયા

વ્યારા
ગુજરાત રાજ્યને અડીને આવેલાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં નદીના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીમાં પુરના પાણી ભારે વહેણ સાથે વહેતાં જાેવા મળ્યા હતાં. આ સ્થિતિમાં ગામમાં જ રહેતાં અને ચારથી પાંચ વર્ષની ઉંમર ધરાવતા બાળકો નદી કિનારે ભેગા થયા હતાં અને તેઓ નદીના પાણીમાં થઇ સામે પાર આવેલી એક દુકાનમાં બિસ્કિટ લેવાં જવા માટે નીકળ્યા હતાં. જાે કે નદીમાં પાણીનું ભારે વહેણ હોય આ બાળકોએ સંતુલન ગુમાવી દીધું હતું અને પાણીમાં ડૂબી ગયા હતાં. આ અંગે ગ્રામજનોને જાણ થતાં તેઓ નદી કિનારે દોડી ગયા હતાં અને બાળકોની શોધખોળ કરી હતી પરંતુ તેઓને નિષ્ફળતા મળી હતી. આ અંગે ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવતાં જવાનો નદીના પાણીમાં બાળકોની શોધખોળ કરતાં અંતે ત્રણે બાળકોના મૃતદેહ મળી આવ્યાં હતાં. આ બનાવમાં નિલેશ દિલવાર પાડવી (૪) મેહર દિલવાર પાડવી (૫) અને પાર્વતી અશોક પાડવી (૫) તમામ રહે.કુંડલચા માલપાડા તા.ધડગાંવ મૃત્યુ પામ્યાં હતા. આ ઘટના દૂરના વિસ્તારમાં બની હોવાથી વહીવટી તંત્રને પણ માહિતી મેળવવા માટે મુશ્કેલી પડી હતી. બનાવના કારણે નાનકડાં ગામમાં શોકનું વાતાવરણ ઉભું થયું હતું.ગુજરાત રાજ્યને અડીને આવેલાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં નદીમાં આવેલા પાણીના ભારે વહેણમાં અંદાજિત ચારથી પાંચ વર્ષની ઉંમર ધરાવતાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નિપજયા હોવાનો બનાવ નોંધાયો હતો. મળેલી વિગત પ્રમાણે નંદુરબારના ધડગાંવ તાલુકાના કુંડલચા માલપાડા ગામ નજીકથી દેવાનંદ નદી વહે છે.

3-children-drowned-while-crossing-the-river-Leva.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *