Gujarat

અમરેલીના અભરામપરામાં જંગલી ભૂડે ખેડુત પર હુમલો કર્યો

અમરેલી
સાવરકુંડલાના અભરામપરામાં કામ કરી રહેલા ખેડૂત પ્રતાપ મકવાણા પર જંગલી ભૂંડે હુમલો કરી ૫ થી વધુ બચકા ભરી લીધા હતા. જેના કારણે ખેડૂતને ઈજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જંગલી ભૂંડે હુમલો કરતા ખેડૂતે જીવ બચાવવા માટે ભારે ભાગદોડ કરી હતી. ખેડૂતને પગમાં ભૂંડે બચકા ભરી લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાેકે, બીજી તરફ આ ભૂંડનું મોત થયાનું જાણવા મળી રહ્યું છે. રાજુલા તાલુકાના ધારેશ્વર ગામના ખેડૂત ઉપર થોડા સમય પહેલા જંગલી ભૂંડે હુમલો કર્યો હતો. ત્યારબાદ ફરી અભરામપરા વિસ્તારમાં એક ખેડૂત પર ભૂંડે હુમલો કરતા રોષ જાેવા મળી રહ્યો છે. વન્યજીવોના ત્રાસના કારણે ખેડુતો પોતાના ખેતરમાં જતા ભય અનુભવી રહ્યા છે. ભૂંડ, દીપડા, રોજ સહિતના પ્રાણીઓના ત્રાસ વધી રહ્યો છે. આમાં ખેડૂતોને ખેતરમાં જઈને કેવી રીતે ખેતી કરવી? ભૂંડ અને નિલગાયના મોટી સંખ્યામાં ટોળા આવી રહ્યા છે જે ખેતી પાકોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. ખેડૂતોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવાની અમારી માગ કરી છે.અમરેલી જિલ્લામાં ભૂંડ, રોજ સહિતના વન્યજીવોના ત્રાસના કારણે ખેડૂતો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. જંગલી પ્રાણીઓ ખેડૂતોના તૈયાર પાકને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે તેમજ કેટલીય વખત ખેડૂતો પર હુમલા કરવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના અભરામપરા વિસ્તારમાં એક ખેડૂત ઉપર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો. ૫થી વધુ બચકા ભરતા ખેડૂત લોહીલુહાણ થયો હતો. જેથી ખેડૂતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *