સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
આજ રોજ તારીખ ૧૯/૬/૨૯૨૨ને રવિવારે શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદશઁન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ પી ડી માં ૧૦૧ દદીઁઓએ લાભ લીધો હતો. અને તેમજ મોતિયાના ઓપરેશન ૩૨ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનુ દિપ પાગટય પ.પૂ. મહંત કરશનદાસ બાપુ કુંડલ પુર હનુમાન મંદિર સાવરકુંડલા દ્વારા કરવામાં આવેલ. આ તકે લાયન્સ કલબ ઓફ અમરેલી સિટીમાંથી લાયન્સ પ્રમુખ રમેશભાઈ કાથરોટિયા લાયન્સ કલબ સેક્રેટરી સાહાસ ઉપાધ્યાય તેમજ ભુપતભાઈ ભુવા તથા બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના વિશાલભાઇ વ્યાસ, જિતેનભાઇ હેલૈયા, મેહુલભાઈ ત્રિવેદી.કિતિઁભાઇ ભટ્ટ, નિલેષભાઈ ભીલ,, તુલસી દાસ, કબીરટેકરી સાવરકુંડલા વગેરેએ સેવા આપી હતી.


