સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેર વોર્ડ નંબર પાંચમાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત આ વિસ્તારમાં વિવિધ સ્થળોએ માટીના ગંજ, ગાંડા બાવળ તથા તથા અન્ય બિનજરૂરી કચરાનો નિકાલ કરવો જરૂરી છે. આ સંદર્ભે સાવરકુંડલા વોર્ડ નંબર પાંચનાં પૂર્વ નગરપાલિકા સદસ્ય શ્રી પ્રવીણભાઈ કોટીલાએ આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીને લેખિત રજૂઆત કરી આ વિસ્તારમાં આવશ્યક સ્થળોએ પડેલા બિનજરૂરી કચરાનો નિકાલ કરવા માટે ચોમાસા પહેલા આ કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ દોહરાવી છે. એક વાત પણ ચોક્કસ છે કે ઘણી વખત બિનજરૂરી માટીના ગંજ પણ ચોમાસા દરમિયાન વહેતા પાણીમાં અવરોધક બને છે અને પરિણામે ચોમાસાનું પાણી જે તે વિસ્તારમાં જમા થાય છે અને પરિણામે મચ્છરજન્ય ઉપદ્રવ અથવા પાણીજન્ય રોગોનું પ્રમાણ વધવાની શક્યતાઓ રહેતી હોય છે. આથી ચોમાસા પૂર્વે આવી પ્રિ-મોન્સૂન કામગીરી કરવી ખૂબ જરૂરી છે એ વાતમાં પણ સો ટકા તથ્ય તો છે જ.
આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા વહેલી તકે આવી કામગીરી હાથ ધરે એવી સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચનાં પૂર્વ સદસ્ય શ્રી પ્રવીણભાઈ કોટીલાએ સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીને લેખિત રજૂઆત દ્વારા માંગ કરી છે.


