Maharashtra

સાલાર ફિલ્મમાં પહેલા ક્યારેય નહીં જાેયો હોય તેવો દમદાર રોલમાં પ્રભાસ જાેવા મળશે

મુંબઈ
સાઉથ સિનેમાના બાહૂબલી એટલે પ્રભાસ દરેક માટે એક રૉલ મૉડલ એક્ટર બની ગયો છે. પ્રભાસની ફેન ફોલોઇંગ દિવસે દિવસે વધી રહી છે. હવે તે પોતાની આગલી ફિલ્મ સાલારને લઇને ચર્ચામાં છે. સાલાર ફિલ્મને લઇને એક મોટી ખબર સામે આવી છે, જેના દ્વારા આ ફિલ્મમાં પ્રભાસની ભૂમિકા પરથી પદડો ઉઠ્‌યો છે. સાહૂ બાદ છેલ્લા કેટલાય સમયથી પ્રભાસ ફિલ્મી દુનિયાથી દુર હતો, પરંતુ હવે આ બધાની વચ્ચે પોતાની અપકમિંગ ફિલ્મ સાલારને લઇને ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ખરેખરમાં કેજીએફ ૨ના ડાયરેક્ટર પ્રશાંત નીલના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ માટે દરેક ઉત્સુક છે. આવામાં ઉત્સુકતા ત્યારે વધી જાય છે જ્યારે ખબર પડે છે કે આ ફિલ્મમાં એક્ટર પ્રભાસ ડબલ રૉલમાં દેખાવવાનો છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રભાસ આ ફિલ્મમાં બે અલગ અલગ પાત્રમાં ભૂમિકા નિભાવશે. હાલમાં પ્રભાસની સાલાર ફિલ્મનુ શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મનો અડધાથી વધુ ભાગ શૂટ થવાનો બાકી છે, એટલે માની શકાય કે આ ફિલ્મ આ વર્ષે રિલીઝ નહીં થઇ શકે. જાેકે, સાલારના ફિલ્મ મેકરે પહેલાથી જાહેરાત કરી દીધી છે કે આ ફિલ્મ આગામી વર્ષે એટલે કે ૨૦૨૩માં રિલીઝ થઇ શકે છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે એક્ટ્રેસ શ્રુતિ હાસન લીડ રૉલમાં કામ કરતી દેખાશે.

prabhas.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *