Gujarat

કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર ન રહેવું ઃ ચીફ જસ્ટિસ

અમદાવાદ
અમદાવાદમાં કોરોનાના કેસ છેલ્લા થોડા દિવસોથી ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેને લઈ હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું, કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવાની જરૂર છે. સરકાર પણ કોવિડ પ્રોટોકોલનું અમલ કરાવી રહી છે ત્યારે લોકોએ પણ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોને હાજર રહેવાની હાલ જરૂર નહિ હોવાની પણ ટકોર તેમણે કરી હતી. અમદાવાદમાં રવિવારે કોરોનાના દૈનિક કેસમાં ૧૧ કેસનો સામાન્ય ઘટાડો થતાં નવા ૧૧૭ કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ મોત થયુ નહોતું.૭૮ દર્દી સાજા થયા હતા.શહેરમાં કોરોનાના કુલ એકિટવ કેસની સંખ્યા ૭૦૦ને પાર થઈ ગઈ છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના કુલ સાત દર્દી સારવાર હેઠળ છે.આ પૈકી એક દર્દી વેન્ટિલેટર અને એક દર્દી ઓકિસજન ઉપર સારવાર હેઠળ છે. શહેરમાં માર્ચ-૨૦૨૦થી અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩,૮૬,૫૯૧ દર્દી નોંધાયા છે.અત્યાર સુધીમાં કુલ ૩,૮૨,૨૪૨ દર્દી કોરોનામુકત થયા છે.જયારે કોરોના સંક્રમિત થવાથી અત્યાર સુધીમાં કુલ ૩૬૨૦ લોકોના મોત થવા પામ્યા છે.શહેરના પશ્ચિમ ઝોનમાં ૨૩,૫૯૭ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૪,૮૮૬ લોકોએ કોરોના વેકિસનનો બીજાે ડોઝ લેવાનો સમય થઈ ગયો હોવા છતાં રસી લીધી નથી.પૂર્વ ઝોનમાં ૧,૬૦,૬૫૨ લોકોએ, મધ્ય ઝોનમાં ૭૮,૬૩૨ લોકોએ જયારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૮,૨૮૫ લોકોએ રસીનો બીજાે ડોઝ લીધો નથી.દક્ષિણ ઝોનમાં ૧૬૯૪૪૦ લોકોએ રસીનો બીજાે ડોઝ લીધો નથી.સાત ઝોનમાં કુલ મળીને ૬,૧૯,૮૮૩ લોકોએ કોરોના રસીનો બીજાે ડોઝ લીધો નથી. શહેરના એસ.ટી.સ્ટેશન અને રેલવે સ્ટેશન ખાતે ૧૮ જુનના રોજ કરવામાં આવેલા કોરોના ટેસ્ટ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી પંજાબનો એક વ્યકિત કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો.રવિવારે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ૧૯ લોકોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *