Gujarat

એકતાનગર વિસ્તારના નાના-મોટા પ્રશ્નો સરળતાથી ઉકેલાય તે માટે વિસ્તૃત ચર્ચા વિચારણા સાથે આગળની જરૂરી કાર્યવાહી માટે સત્તામંડળના અધિકારીશ્રીઓને જરૂરી દિશા નિર્દેશો આપતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી

………………
પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ SOUADTGA ઓથોરિટીના અધિકારીઓશ્રીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ સાથે યોજેલી બેઠક
                 ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન SOU-એકતાનગર ખાતે SOUADTGA સત્તામંડળના અધિકારીઓશ્રીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધીશ્રીઓ તથા જિલ્લાના અગ્રણીઓ સાથે એડમિનિસ્ટ્રેટીવ કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજીને આ વિસ્તારના નાના-મોટા પ્રશ્નો સરળતાથી ઉકેલાય તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને આ દિશામાં આગળની જરૂરી કાર્યવાહી માટે સત્તામંડળના અધિકારીશ્રીઓને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા.
                ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી દિનેશભાઈ તડવી, નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણીશ્રી ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઈ તડવી, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી સહિતના આ વિસ્તારના અન્ય આગેવાનો, ઉપરાંત SOUADTGA ના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સર્વશ્રી હિમાંશુ પરિખ, શ્રી જે.કે.ગરાસિયા, શ્રી કુલદીપસિંહ વાળા, શ્રી મયુરભાઈ પરમાર, પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં ઉક્ત બેઠક યોજાઇ હતી.
          બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતાનગર વિસ્તારમાં જે કંઈ પ્રશ્નો છે તેનો સરળતાથી ઉકેલ આવે, સંકલન થાય અને લોકોના પ્રશ્નોને વાચા આપી તેનો નિકાલ કરવાના ઉદ્દેશ સાથે નર્મદા જિલ્લાના પ્રભારી તરીકે ઓથોરિટી સાથે આજે આ બીજી બેઠક કરી છે. મુખ્યત્વે એકતાનગરના વિકાસ મુદ્દે આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વની નજર તેના પર રહેશે, જેને લઈને ઉક્ત બેઠકમાં રજૂ થયેલા કેટલાક નાના – મોટા પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે દિશામાં ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને SOUADTGA ઓથોરિટીના અધિકારીશ્રીઓ સાથે થયેલી ચર્ચા-વિચારણા અને પરામર્શ મુજબ સાથે મળીને કામ કરશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
૦૦૦૦

IMG-20220621-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *