Gujarat

વંથલી,ટીકર ગામે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…..

યોગ ભગાવે રોગના સૂત્ર સાથે કરાઈ ઉજવણી…..
     વંથલી શહેર સહિત તાલુકામાં અલગ અલગ જગ્યાએ ગઈકાલે આપણો પુરાતન સાંસ્કૃતિ વારસો અપનાવવાની પ્રેરણા, એક તંદુરસ્ત, તણાવમુક્ત અને સોહાર્દમય સમાજનું નિર્માણ યોગ છે.ત્યારે ગઈકાલે વંથલી શહેર માં આવેલ નગર પંચાયત હાઈસ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મામલતદાર ઓફિસના સ્ટાફ સાથે મામલતદાર સાહેબ,એન.પી.હાઈસ્કૂલ પ્રિન્સિપાલ સહિત શિક્ષકો ,નગરપાલિકા કર્મચારીઓ,સફાઈ કામદારો,સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ વિદ્યાર્થીઓ દ્વારા સાથે મળી શાંતિમંત્ર,યોગ સંકલ્પ સાથે યોગા કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
            ટીકર ગામ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સરપંચ જીતુભાઈ સોલંકી સહિત સભ્યો,ગ્રામજનો, પ્રા.આચાર્ય,શિક્ષકો,આરોગ્ય અધિકારી, આંગણવાડી ની બહેનો દ્વારા યોગા કરી આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ માનવતા માટે યોગ અને વિશ્વ શાંતિ ના મંત્ર સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.બાદમાં આરોગ્ય ટીમ દ્વારા બિનચેપી રોગોના સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20220621_152235.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *