*રાજકોટ શહેરના પૂર્વ ડે.મેયર ભીખાભાઈ વસોયાનું કોરોનાથી નિધન.*
*રાજકોટ શહેર તા.૧૦/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અને રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખા વસોયાનું અવસાન થયું છે. કોરોનાને લઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ભીખા વસોયાના મોત બાદ ભાજપમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા ૧૦ દર્દીઓના મોત થયા હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


