Gujarat

નજીવી બાબતે કાકાએ ભત્રીજાની હત્યા કરી, કાકાને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ભાવનગર
ભાવનગર જિલ્લાના તળાજાના ગઢુલા ગામે વર્ષ ૨૦૧૯માં માત્ર પાણીના લાઈન ખસેડવા જેવી નજીવી બાબતે ભત્રીજા સાથે બોલાચાલી કરી કાકાએ તલવારના ઘા ઝીંકી દઈ ભત્રીજાની હત્યા કરી નાખી હતી. જે ઘટનામાં જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ તળાજા એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા ન્યામૂર્તીએ ભત્રીજાની હત્યા સબબ કાકાને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના ગઢુલા ગામે રહેતા ગીતાબેન ઓધાભાઈ મકવાણાએ જે-તે સમયે દાઠા પોલીસ મથકમાં તેઓના કાકા બાલા અરજણભાઈ મકવાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તારિખ ૨૨-૭-૨૦૧૯ના રોજ તેણીના પતિ ઓધાભાઈ પાંચાભાઈ મકવાણા ગામ સીમાડે વાડીએ જઈ રહ્યા હતા તે વેળાએ પાણીની લાઈન બાઈક આડે નડતા તેને દૂર કરી હતી તે વાતને લઈ તેના કાકા બાલા મકવાણાએ કેમ પાણીની લાઈન ખસેડી તે બાબતે બોલાચાલી અને ઝઘડો કરી ઉશ્કેરાઈ તલવારના જીવલેણ ઘા જીંકી દઈ કરપીણ હત્યા કરી નાખી હતી. ફરિયાદ અનુસંધાને દાઠા પોલીસે શખ્સ સામે આઈપીસી ૩૦૨ તેમજ જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ઉક્ત કેસ આજરોજ તળાજાના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.એમ બ્રહ્રભટ્ટની અદાવતમાં ચાલી જતા ૨૯ દસ્તાવેજી પુરાવા ૧૭ મૌખિક પુરાવા અને સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની દલિલોને ગ્રાહ્ર રાખી આરોપી બાલા અરજણભાઈ મકવાણાને આઈપીસી ૩૦૨ મુજબના ગુનામાં તકસીવરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા તેમજ રૂપિયા ૫ હજારનો દંડ ફરવામાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *