ગિરગઢડા
ભરત ગંગદેવ.
યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે સતત બીજા દિવસે પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો બપોર પછી અચાનક વાતાવરણ પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજા તૂટી પડ્યા હતા અને એક કલાકમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો ચારે બાજુ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રંગપુર ગામે વાડી વિસ્તાર વોકળામાં ભારે પુર..
સુત્રાપાડા તાલુકાનું રંગપુર ગામે બપોર પછી વાતાવરણના પલટો આવતા મુશળધાર વરસાદ વરસ્યો હતો અને આજુબાજુ વિસ્તારમાં પાણી પાણી દ્રશ્યો સર્જાયા હતા ભારે વરસાદને કારણે વોંકળામાં ભારે પૂર આવ્યું હતું અને વાડી વિસ્તાર સંપર્ક તૂટ્યો હતો.


