ગિરગઢડા
ભરત ગંગદેવ.
સુત્રાપાડા તાલુકાના બરૂલા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો હતો મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત, પ્રવચન કરવામાં આવ્યું હતું નાના બાળકો નો આજનો પ્રથમ દિવસ એટલે કે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે જેમાં નાના નાના ભૂલકાઓને મહાનુભવોદ્વારા આંગળી પકડી અને કુમકુમના તિલક સાથે મોં મીઠા કરાવી ને શાળા અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો અને શાળા ખાતે પર્યાવરણના જાળવણી માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને પર્યાવરણને સંદેશા પાઠવવામાં આવ્યો હતો આ તકે માનનીય મહેમાન બી. પી. ખાપંડી સાહેબ,માનનીય સી.આર.સી. પરમાર સાહેબ,સરપંચ સામત ભાઇ વાળા,બરૂલા પ્રા.શાળા ના આચાર્ય પંપાણીયા સાહેબ,
એસ.એમ.સી.સભ્યો તથા શિક્ષકો,ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય દાતા સામત ભાઇ વાળા સરપંચ બરૂલા ગ્રામ પંચાયત તરફથી શાળામાં પ્રવેશ મેળવનાર દરેક બાળકો ને દફતર,તથા શાળા માં અભ્યાસ કરતા બધા બાળકો ને પેન તથા બુક અને આંગળવાડી વાળા બાળકો ને પાણી ની બોટલ ભેટ માં આપવામાં આવી હતી..
Attachments area


