Gujarat

સુત્રાપાડા પોલીસ દ્વારા આધુનિક કેમેરાથી ટીંબડી ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધરાયું.

હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા પોલીસ સ્ટાફ ફરજ વખતે બોડી કેમેરાથી હશે સજ્જ.
પ્રાચી તીર્થ..
સુત્રાપાડા પોલીસ સ્ટાફ કેમેરાથી સજ્જ જોવા મળશે અને સુત્રાપાડા પોલીસ સ્ટાફ ફરજ વખતે બોડી કેમેરાથી હશે સજ્જ ગીર સોમનાથ જિલ્લા માં હવે આધુનિક કેમેરા થી કરવામાં આવી રહિયું છે ચેકીંગ ત્યારે આજ રોજ  સુત્રાપાડા પોલીસ દ્વારા આ આધુનિક કેમેરા ના માધ્યમ થી ટીંબડી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું
સરકારે પ્રજાની સુખાકારી માટે નવતર અભિગમ અપનાવ્યો હોય તેમ સુત્રાપાડા પોલીસ સ્ટાફ ફરજ વખતે બોડી કેમેરાથી સજ્જ હશે.
આ આધિનિક કેમરા ની ખાસિયત એ છે કે   પોલીસ દ્વારા જે ચેકીંગ કરવામાં આવે છે તેને ડાયરેક ગાંધીનગર ખાતે લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાય છે અને તેમનું રેકોડિંગ પણ જોઈ શકાશે જેથી પોલીસનો પ્રજા સાથેનો વ્યહવાર સુમેળ ભર્યો રહેશે કોઈ તહેવાર દરમિયાન રેલી કે કોઈ કાર્યક્રમ માં કોઈ તોફાની તત્વો જાહેર રસ્તા પર તોફાન કરતા હશે ત્યારે કેમેરારૂપી તિસરી આંખથી પોલીસ ઘટનાને નિહાળી શકશે
અને પોલીસ સાથે વ્યહવાર પણ સુમેળ ભર્યો રાખશે.
ત્યારે હવે ઘણી વખત વાહન ચેકીંગ માં માથાકૂટ ના દ્રશ્યો સામે આવતા હોય છે અને તેમાં સાચું કોણ અને ખોટું કોણ તે સમજવામાં મુશ્કેલી બનતી હોય છે જ્યારે હવે આ આધુનિક કેમરા દ્વારા કરવામાં આવતા વાહન ચેકીંગ નું મોનીટરીંગ ડાયરરકકેટ ગાંધીનગર થઈ રહિયું છે
હાલ તો આધુનિક કેમેરા થી વાહન ચેકીંગ કરવામાં આવી રહિયું છે ત્યારે ઘણા ખરા ગુનાઓ માં પોલીસ ને મોટી સફળતા મળશે.

IMG-20220626-WA0082.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *