સંખેડા તાલુકામાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું હતું ઉકળાટથી લોકો હેરાન-પરેશાન થઇ ગયા હતા ગઈ કાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
સંખેડામાં ગરમીના અચાનક પલટો આવતા કાળા ભમ્મર વાદળો જોવા મળ્યા હતા
સંખેડા તાલુકામાં રવિવારે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો
વરસાદ વરસતાં રસ્તા પર પાણી પાણી જ થઈ ગયું હતું
છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકા સહિત અન્ય જગ્યાએ વરસાદ વરસ્યો પણ સંખેડા તાલુકામાં જોરદાર મેઘ મહેર થઇ હતી ખેડૂતો સહિત સૌ કોઈ વરસાદની આતુરતાથી રાહ જોતા હતા
રવિવારે સાંજે સંખેડા તાલુકામાં આશરે સાત કલાકે જોરદાર વરસાદ વરસ્યો હતો
વરસાદને પગલે સંખેડા ગામ માં રસ્તા પર પાણી પાણી જોવા મળ્યું હતું સંખેડા ચોકડી પરથી માકણી જવાના રસ્તા પર કોલેજ અને ડી.બી.પારેખ સ્કૂલ પાસે પાણી ભરાઇ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સંખેડા તાલુકામાં અગાઉ છૂટાછવાયા વરસાદ થતા ખેડૂતોએ કપાસ અને તુવેર ની વાવણી કરી દીધી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


