જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિનાં અધિકારી ઓની બેઠક યોજય.
ગિરગઢડા
ભરત ગંગદેવ
દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા‘નું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ ચાત્રા દરમિયાન ૧૮ જેટલા વિવિધ વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજૂર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર-પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવાં લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવા ૧પ દિવસના કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં આગામી ૫ થી ૧૮ જુલાઈ દરમિયાન ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા‘ યોજાશે. કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા અમલીકરણ સમિતિના અધિકારીશ્રીઓની જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ અધિકારીશ્રીઓને આ કાર્યક્રમના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના સફળ આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું. તેઓશ્રીએ વિકાસ યાત્રા દરમિયાન અમરેલી જિલ્લામાં ભ્રમણ માટે આવનારા ૩ રથના રૂટ તેમજ કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. તેઓશ્રીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ફક્ત સરકારી કાર્યક્રમ બની ન રહેતા મોટી સંખ્યામાં લોકો જોડાય તેવો પ્રયાસ કરવો જોઈએ. વધુમાં કાર્યક્રમ દરમિયાન વિપૂલ પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવે તેવું સૂચન પણ કલેક્ટરશ્રીએ કર્યુ હતું. તેમજ અન્ય તમામ કામગીરીની ફાળવણી કરી અને જરૂરી આદેશો-સૂચનો કર્યા હતા.
આ બેઠકના અંતે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના મારફતે રાજ્યના મુખ્યસચિવ પંકજકુમારએ તમામ જિલ્લાઓનાં વહીવટી તત્રનાં ઉચ્ચ અધિકારી ઓને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા કલેક્ટર મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, ડી.આર.ડી.એના નિયામક સકસેના, નિવાસી અધિક કલેક્ટર વાળા સહિતના ઉચ્ચ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા. (2)
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૮મીએ રોજગાર ભરતી મેળો યોજાશે
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા. ૨૮ જૂન, ૨૦૨૨ને મંગળવારના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી,પ્રથમ માળ,સી-બ્લોક,બહુમાળી ભવન,અમરેલી ખાતે સવારે ૧૧ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે. વયમર્યાદા ૧૮ થી ૫૦ વર્ષ અને એલ.આઈ.સી ઓફ ઇન્ડિયા અમરેલી માટે ૧૮ થી ૪૫ વર્ષ છે, ઉપરાંત ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ-૧૦ તથા બી.કોમ તેમજ બી.એની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકોએ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. આ વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલસેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો, જિલ્લા રોજગાર અધિકારી ની એક યાદીમાં જણાવાયું છે (3)
FRC એક્ટ-૨૦૧૭ અન્વયે વર્ષ ૨૦૨૨-૨૩ માટે એફીડેવીટ,દરખાસ્તની ફાઈલ તા.૫ જુલાઈ સુધી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જમા કરવામાં આવશે
FEES REGULATION ACT-૨૦૧૭ અન્વયે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,અમરેલી તાબા હેઠળ આવતી પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચત્તર માધ્યમિક,ખાનગી શાળાઓની શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે એફીડેવીટ,દરખાસ્તની ફાઈલ બે કોપીમાં તા.૫ જુલાઈ સુધી રૂબરૂમાં જમા કરાવવી. આ અંગેનો પત્ર તેમજ સબંધિત સૂચનાઓ http://deoamreli.com પર પરિપત્ર નં-૧૨૧થી મુકેલ છે, જિલ્લા શિક્ષણાધિકારી ની એક યાદીમાં જણાવાયું છે
(4)
અમરેલી જિલ્લાની તમામ આઈ.ટી.આઈ ખાતે
વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરુ
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અમરેલી દ્વારા તમામ તાલુકાઓની આઈ.ટી.આઈ. ખાતે વિવિધ પ્રકારના વ્યવસાયોમાં પ્રવેશ ફોર્મ ભરવાની તા.૩૦ જૂન, ૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે. રજાના દિવસોમાં પણ આઈ.ટી.આઈ ખાતેના હેલ્પસેન્ટર ચાલુ રહેશે. રજીસ્ટ્રેશન ફી રૂ.૫૦ ઓનલાઈન ભરવાની રહેશે. ધો.૮ અને ધો.૧૦ પાસ ઉમેદવારોએ તાત્કાલિક રુબરુમાં અમરેલી જિલ્લાની કોઈ પણ આઈ.ટી.આઈ ખાતે સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અમરેલીના આચાર્ય ની એક યાદીમાં જણાવાયું છે.
