Gujarat

મહેસાણામાં મહિલા સાથે એક ઈસ્મે દુષ્કર્મ આચરી ધમકી આપી

મહેસાણા
મહેસાણા તાલુકાની એક મહિલા ૨૧ જૂનની દરમિયાન પોતાન ઘર આગળ ખાટલામાં સુઈ રહી હતી. આ દરમિયાન રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં મહિલાના ઘરની સામે રહેતો શખ્સ મહિલા પાસે આવી તેનું મોઢું દબાવી કહેવા લાગ્યો કે, જાે બુમો પાડીશ તો જાનથી મારી નાખીશ. તેમ કહી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ફરાર થઈ ગયો હતો. આ મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોતાન પતિ અને દીકરાને કરતા તેઓએ મહિલાને હિંમત આપી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહેસાણા તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ કલમ ૩૩૬, ૫૦૬ (૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.મહેસાણા જિલ્લામાં અવાર-નવાર છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. જેમાં જિલ્લાના એક ગામની મહિલા પર તેના પડોશમાં રહેતા યુવકે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ મહિલાનું મોઢું દબાવી મારી નાખવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Naradham-committed-the-crime-by-pressing-the-womans-mouth.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *