Gujarat

બંધ બારણે કંઇક તો રંધાઈ રહ્યું હોય તેવી લોકમુખે ચર્ચા

વંથલી નગરપાલિકા ચીફ ઓફિસરે આપ્યું રાજીનામું…
વંથલી નગરપાલિકામાં છેલ્લા 2  વર્ષમાં 4 ચીફ ઓફિસર બદલાયા……
જૂનાગઢ જિલ્લાની વંથલી નગરપાલિકા અવર નવર વિવાદોના વંટોળમાં સંકળાયેલી રહે છે.અનેક વિવાદોમાં અગાઉ સપડાયેલી વંથલી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ચાર ચીફ ઓફિસરો વંથલી ખાતે બદલાયા હોવાથી વંથલી નગરજનોમાં ભારે ચર્ચા જાગી છે.ત્યારે ગઈકાલે જ હાલ વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર જે.વી. ધોલીયા સાહેબે કોઈ કારણોસર અચાનક રાજીનામું ધરી દેતા વંથલી શહેરમાં ભારે ખડભડાટ મચી જવા પામી છે. શું.કોઈ વહીવટી તકલીફને કારણે રાજીનામુ આપ્યું હશે કે શું? તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
            નગરપાલિકા વંથલીમાંથી કેમ ચીફ ઓફિસરોની બદલી કરવી પડે છે.અથવા અધિકારીઓ ને કેમ જાતે રાજીનામા આપવા પડે છે.તે ચર્ચાએ પણ પંથકમાં ભારે જોર પકડ્યું છે. બંધ બારણે કંઇક તો રંધાઈ રહ્યું હોય તેવું હાલ તો વંથલી પંથકની જનતાને લાગી રહ્યું છે.આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાત તપાસ કરવી હવે તો ખુબ જરૂરી બની છે. હવે જોવું એ રહ્યું કે આવનાર દિવસોમાં રાજીનામા આપવા પાછળનું કારણ સામે આવે છે.કે શું? હાલ તો રાજીનામા નું કારણ અકબંધ છે.
અહેવાલ:હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20220628_172428.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *