Gujarat

જિલ્લાના ખેડૂતો ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’ મેળવવા અરજી કરી શકશે

 

 

પશુપાલન, ડેરી, ખેતી, પાણી સંગ્રહ, ગ્રીન હાઉસ, સજીવ ખેતી, કૃષિ યાંત્રીકરણ વગેરેમાં વિશિષ્ટ સિદ્ધિ હાસલ કરનાર ખેડૂતોને આત્મા એવોર્ડ મળવાપાત્ર

 

ત્રણ વર્ષેની આંકડાકીય માહિતી તથા જરૂરી વિગતો તા.૧૫ જુલાઈ પહેલા રજૂ કરવાની રહશે

 

જામનગર તા.૨૮ જૂન, કૃષિક્ષેત્રમાં ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠાસૂઝ અને સાહસવૃતિથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવા, ઉત્પાદનમાં વધારો કરવા તેમજ નવીન તકનીકો રજૂ કરવા માટે કાર્ય કરે છે તેઓની ખેત ઉત્પાદનલક્ષી પ્રવૃતિને પ્રોત્સાહન મળે, તેમાં વધુ વેગ આવે તેમજ તેમણે આપેલા યોગદાનની કદરરૂપે કૃષિ વિકાસમાં તેમના ફાળાને બિરદાવવા મેનેજમેન્ટ એજન્સી આત્મા યોજના હેઠળ વર્ષ ૨૦૦૫-૦૬ થી ખેડૂતોને એવોર્ડ આપવામાં આવે છે તથા આ એવોર્ડ જુદા-જુદા ક્ષેત્રો જેવાકે પશુપાલન,ડેરી, શાકભાજીની ખેતી, ફૂલોની ખેતી, પાણી સંગ્રહ, ગ્રીન હાઉસ, મૂલ્ય વૃદ્વી, સજીવ ખેતી, સંકલિત જીવાત નિયંત્રણ, કૃષિ યાંત્રીકરણ વગેરે વિષય વિશિષ્ટ સિદ્વી હાસલ કરનાર ખેડૂતોને આત્મા એવોર્ડ આપવામાં આવે છે.

 

એવોર્ડમાં ભાગ લેવા ઈચ્છનાર જામનગર જિલ્લાના આત્મા પ્રોજેક્ટના ખેડૂત ભાઈ કે બહેને અરજીપત્રક કાળજી પૂર્વક ત્રણ વર્ષની આંકડાકીય માહિતી તેમજ ફોટોગ્રાફી સાથે ભરી આગામી તા.૧૫ જુલાઈ ૨૦૨૨ સુધીમાં જરૂરી બિડાણો સહિત આપના તાલુકાના બી.ટી.એમ. એટી.એમ.ને રૂબરૂમાં અથવા આત્મા પ્રોજેક્ટની કચેરીએ નીચે આપેલ સરનામે પહોચતું કરવાનું રહેશે.મોડા મળેલા અરજીપત્રકો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. અરજીપત્રક નીચે આપેલ સરનામે અથવા તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અથવા આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર પાસેથી મળી રહેશે. અરજીપત્રક તથા વધુ માહિતી મેળવવા માટે “પ્રોજેક્ટ ડાયરેકટરની કચેરી, આત્મા પ્રોજેકટ, બાજરા સંશોધન કેન્દ્ર, એરફોર્સ રોડ, વુલન મિલની સામે, જામનગર” નો સંપર્ક કરવા આત્મા પ્રોજેક્ટના ડાયરેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *