International

ટેસ્લાના માલિક એલન મસ્કે ૫૧મો જન્મદિવસ ઉજવ્યો

વોશિંગટન
એલન મસ્કનું પૂરુ નામ એલન રીવ મસ્ક છે. તેમનો જન્મ સાઉથ આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં થયો હતો. તેમના પિતા એન્જિનિયર હતા અને માતા એક મોડલ હતી. પરંતુ જ્યારે મસ્ક ૯ વર્ષના હતા તો તેમના માતા-પિતા અલગ થઈ ગયા અને તે પિતાની સાથે પ્રિટોરિયમાં રહેવા લાગ્યા. તે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ, રોકાણકાર, એન્જિનિયર અને શોધક છે. તેમણે સ્પેસએક્સ અને ટેસ્લા જેવી કંપનીઓને બનાવી છે અને હાલમાં મસ્ક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર ખરીદી લેશે. પોતાની બિઝનેસ સ્કિલ્સની સાથે અલન મસ્ક પોતાની લવ લાઇફને લઈને પણ ચર્ચામાં રહે છે. તેમનું દિલ પ્રથમવાર પોતાના કોલેજની ફ્રેન્ડ જસ્ટિન વિલ્સન પર આવી ગયું. ૭ વર્ષ સુધી બંનેએ ડેટ કર્યું અને ત્યારબાદ ૨૦૦૦માં તેમણે જસ્ટિન સાથે લગ્ન કરી લીધા હતા. એલન અને જસ્ટિનનો સંબંધ વધુ ચાલ્યો નહીં અને ૨૦૦૮માં બંને અલગ થઈ ગયા હતા. મહત્વનું છે કે આ લગ્નથી મસ્કને ૫ બાળકો થયા હતા. પરંતુ લગ્ન માત્ર ૮ વર્ષ ટકી શક્યા હતા. ત્યારબાદ મસ્ક અમેરિકન અભિનેત્રી તાલુલાહ રિલેની સાથે સંબંધમાં જાેવા મળ્યા હતા. બંનેએ બે વર્ષ સુધી ડેટ કર્યું અને વર્ષ ૨૦૧૦માં બંનેએ લગ્ન કરી લીધા હતા. તાલુલાહ રિલેની સાથે પણ મસ્કનો સંબંધ વધુ સમય ચાલ્યો નહીં અને ૨૦૧૨માં બંને અલગ થઈ ગયા હતા. ૧ વર્ષની અંદર મસ્કને પોતાની ભૂલ સમજાય અને ૨૦૧૩માં તેણે ફરી તાલુલાહની સાથે પોતાના સંબંધને આગળ વધાર્યો હતો. ફરી ૨૦૧૬માં બંને અલગ પડી ગયા હતા. અમેરિકન અભિનેત્રી સાથે છુટાછેડા થયા બાદ અલન મસ્કનું નામ અન્ય મહિલાઓ સાથે પણ જાેડાયું હતું. આ લિસ્ટમાં સિંગર ગ્રાઇમ્સ સામેલ છે. જે મસ્ક સાથે જાેવા મળતી રહે છે. ગ્રાઇમ્સે પાછલા વર્ષે એલન મસ્કના બાળવને જન્મ આપ્યો હતો. પરંતુ હજુ સુધી બંનેએ લગ્ન કર્યાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે તે ગ્રાઇમ્સથી પણ અલગ થઈ ગયા છે. રિપોર્ટ પ્રમાણે એલન મસ્ક હવે પોતાથી ૨૩ વર્ષ નાની નતાશા બેસેટને ડેટ કરી રહ્યાં છે. જે અભિનેત્રી છે અને ઓસ્ટ્રેલિયાની નાગરિક છે. બંને સાથે જાહેરમાં અનેકવાર જાેવા મળી ચુક્યા છે. તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. દુનિયાના સૌથી ધનીક વ્યક્તિ મસ્કના ત્રણવાર લગ્ન થઈ ચુક્યા છે અને તે ઘણી યુવતીઓ સાથે રિલેશનશિપમાં પણ રહ્યાં છે. હાલ મસ્કને છ બાળકો પણ છે. સ્પેસ એક્સ, ટેસ્લાના માલિક એલન મસ્ક આજે ૨૯ જૂને પોતાનો ૫૧મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. મસ્ક દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે અને પોતાની લાઇફસ્ટાઇલ તથા નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેમના વિશે દરેક લોકો જાણવા ઈચ્છે છે.

file-01-page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *