Delhi

દીકરીના લગ્નમાં ભાઈએ પિતાની આબેહૂબ મૂર્તિ લાવતા દીકરી ભાવુક થઈ

નવીદિલ્હી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જાેઈ શકો છો કે પોતાના લગ્નમાં પિતાની મીણની પ્રતિમા જાેઈને દુલ્હન ભાવુક થઈને રડવા લાગે છે અને તેની માતા અને તેની સાથે હાજર અન્ય લોકો પણ ભાવુક થઈ જાય છે. બાળકીના દિવંગત પિતાની મીણની પ્રતિમા જાેઈને કોઈ ન કહી શકે કે તે નકલી છે. પ્રતિમા વાસ્તવિક જેવી જ લાગે છે. છોકરી તેના પિતાની પ્રતિમાને ગળે લગાવીને રડે છે અને પછી પરિવારના બાકીના સભ્યો સાથે ઉભી રહે છે અને ફોટોગ્રાફ્સ પણ લે છે. આ વીડિયો પર લોકોની અલગ-અલગ રિએક્શન જાેવા મળી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે આ ખૂબ જ ઈમોશનલ વીડિયો છે. મારા હૃદયને સ્પર્શી ગયો. જ્યારે, અન્ય યુઝરે લખ્યું છે કે, “દીકરીઓ તો હોય છે જ આવી”. જાેકે, લોકો આ વીડિયો પર લોકો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.કોઈપણ છોકરી માટે લગ્નનો દિવસ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અને કોઈપણ છોકરી ઈચ્છે છે કે આ ખાસ દિવસે તેના માતા-પિતા સહિત તેના પરિવારજનો તેની સાથે હોય. જાે કે, દરેક છોકરીનું આ સપનું પૂરું થઈ શકતું નથી. પરંતુ જાે કોઈ પણ વ્યક્તિને કંઈક બતાવવાનો જુસ્સો હોય તો લોકો કંઈ પણ કરે છે. સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક વીડિયો ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે, જેમાં એક ભાઈએ તેની બહેનને તેના લગ્નમાં સરપ્રાઈઝ કરવા માટે સ્વર્ગસ્થ પિતાની મીણની પ્રતિમા બનાવી છે, અને લગ્નના દિવસે જ્યારે છોકરીની સામે પિતાનું મીણનું પૂતળું આવે છે, ત્યારે યુવતી તેને જાેઈને ભાવુક થઈ જાય છે અને જાેર જાેરથી રડવા લાગે છે.

file-01-page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *