સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે તારીખ ૨૬-૬-૨૦૨૨ ના રોજ બાઢડા ગામના સરપંચશ્રી શાંતિલાલ ખોડાભાઈ શેલડીયા સરપંચ તરીકેનો કાર્યકાળ પૂરો થતાં ગ્રામજનો અને ગણમાન્ય નેતાઓની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો હતો. આમ તો સરપંચ શાંતિભાઈ શેલડીયા એક લોકસેવકની ઈમેજ ધરાવે છે. તેમણે સપ્ટેમ્બર ૨૦૨૧ થી જુન ૨૦૨૨ સુધી કુલ ૧૦ માસ સુધી સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક લોકસેવાના કામ કરેલ. ખૂબ જ ટૂંકા સમય ગાળામાં પણ ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરેલ અને લોકોના અનેક લોકકલ્યાણના કાર્યો કરેલ. આમ ગણીએ તો અમરેલી જિલ્લામાં આવી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરપંચ પૈકીના એક હતાં. સમાજસેવા એ એનો જીવનમંત્ર હતો. અને વિદાયના અંતિમ દિવસે પણ દસ મહિના તેના શાસનના પ્રતિક રૂપે દસ કરોડના વીમાકવચ પેટે ગામના અતિગરીબ અને મધ્યમ ગરીબોને ઘર દીઠ બેલાખનું વીમાકવચ પણ આપવામાં આવેલ જેના પ્રિમિયમનું મૂલ્ય સરપંચશ્રી શાંતિલાલ શેલડીયાએ પોતાના સ્વખર્ચેમાથી ભરેલ. આમ વિદાયના દિવસે પણ માનવસેવાનાં જીવનમંત્રને ચરિતાર્થ કરતાં ગયા. ધન્ય છે આવા ઉદાર અને માનવતાના પ્રહરી સમાન સરપંચશ્રીને આમ એક વાત તો સ્પષ્ટ થઈ કે નિષ્ઠાવાન અને કર્મઠ લોકસેવકના હાથમાં સત્તાના સૂત્રો આવે તો ગામની કાયાપલટ અવશ્ય થઈ શકે..


