ભુજ
ગાંધીધામની વચલી બજારમાં આવેલી એક લક્ષ્મણ ફેન્સી સ્ટોર નામની દુકાન અંદર ઉપરના માળે રહેલું શટર તોડી પ્રવેશ કર્યો હતો. તેણે દુકાન અંદર રહેલા કાઉન્ટરના ગલ્લાનું લોક તોડી તેમાં રહેલી રૂ. ૫૦ હજાર રોકડ રકમની ચોરી કરી હતી. ચોરીની ઘટનાને અંજામ આપનારો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ અંગેની ફરિયાદ દુકાન માલિક નિખિલભાઇ લક્ષ્મણભાઇ લખવાણીએ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર મુજબ, સવારે તેમના પિતાએ દુકાન ખોલી તો અંદર સામાન વેર વિખેર જાેતાં ચોરી થઇ હોવાની ફાળ પડી હતી અને ગલ્લો તપાસતાં તેમાં રાખેલી રૂ.૫૦.હજારની રોકડ ચોરી થઇ ગઈ હોવાનું જાણમાં આવ્યું હતું.પંચરંગી શહેર ગાંધીધામ ખાતે આવેલી વચલી બજારની ફેન્સી શોપમાંથી તસ્કરે દુકાન અંદરના કાઉન્ટરનું લોક તોડી રૂ. ૫૦ હજારની રોકડ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કરતાં સમયે તસ્કરે પોતાની ઓળખ છુપાવવા સીસીટીવી કેમરા અને તેના રાઉટરમાં પણ તોડફોડ કરી નુકશાન પહોચાડ્યું હતું. ચોરીની આ ઘટના સીસીટીવી કેમરા કેદ થઈ જતાં શહેર એ ડિવિઝન પોલીસે તેના આધારે ચોરને પકડવાની તજવીજ હાથ ધરી હતી. ચોરીના આ બનાવ બાદ વેપારી આલમમાં ચિંતા ફેલાઈ હતી.


