જૂનાગઢ જિલ્લામાં કેશોદના અગતરાયથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો તા.૦૫-૦૭-૨૦૨૨ના રોજ સાંજે ૦૫ કલાકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારિયા ફ્લેગ આપી શુભારંભ કરાવશે. અગતરાય ખાતે આયોજિત આ કાર્યક્રમના માધ્યમથી રાજ્ય સરકારની ૨૦ વર્ષની સિદ્ધિઓ જન-જન સુધી પહોંચાડવાનું સાથે કેન્દ્ર -રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભોનું પણ વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વંદે ગુજરાત વિકાસ યાત્રા તા.૫ જુલાઇ થી તા.૧૯ જુલાઈ દરમિયાન જિલ્લાના ૬૭ ગામમાં ફરી વળશે. આ યાત્રા દરમિયાન વિવિધ વિકાસના કામોનું ખાતમૂર્હત, લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત રાજય સરકારના જુદા જુદા વિભાગની પ્રજાલક્ષી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરવાની સાથે લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓ હેઠળની સહાય લાભોનું વિતરણ કરવામાં આવશે. જૂનાગઢ શહેરમાં મેયર શ્રી ગીતાબેન પરમાર રથને પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે બન્ને સ્થળે આગેવાનો અને અધીકારીઓ ઉપસ્થિત રહેશે.
