Gujarat

રક્તદાન એ મહાદાન છે… -મંત્રીશ્રી દેવાભાઇ માલમ

જૂનાગઢનાં દીવંગત નારસિંહભાઇ પઢીયારની ચતુર્થ પુણ્યતીથિ નિમિત્તે શહેરનાં રેડક્રોસ હોલ ખાતે રક્તદાન શિબીર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા  ડો. મહેશ વારાની આગેવાનીમાં આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ નિ:શુલ્ક સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.  રક્તદાન અને નિદાન સારવાર કેમ્પને રાજ્યના પશુપાલન રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમે દીપ પ્રાગટ્ય કરી  ખુલ્લો મુક્યો હતો.   મંત્રીશ્રીએ સ્વ. નારસિંહભાઇ પઢીયારનાં જીવનમુલ્યોનું સ્મરણ કરી રક્તદાતાઓને બિરદાવતા જણાવ્યુ હતુ કે સેવાની સુવાસ ફેલાવનાર નારસિંહભાઇની ચતુર્થ પુણ્યતીથીએ યોજાયેલ રક્તદાન કેમ્પમાં એકત્ર રક્ત જરુરીયાતમંદ દર્દીનાં જીવનમાં લાભદાયી બનશે. મંત્રીશ્રીએ રક્તદાન એ મહાદાન છે એમ જણાવી રક્તદાન કરી થેલેસેમીયા અને દર્દીઓને ઉપયોગી બનનાર સૈા કોઇ રક્તદાતાઓને બીરદાવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આજે શતાયુપાર તંદુરસ્ત જીવન જીવતા પૂર્વ ધારાસભ્ય શ્રી રત્નાબાપા ઠુંમર પોતાનાં બે પુત્રોને રક્તદાન શિબીરમાં રક્તદાતા તરીકે સહયોગી બનાવી અનેરી ભાવાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે જૂનાગઢના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, તેમજ શ્રી પંચઅગ્ની અખાડાના હરિયાણાથી પધારેલા શ્રી મહંતશ્રી સહિતના સંતોએ દિવંગત નારસીંહભાઇને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ તકે અગ્રણી શ્રી ડોલરભાઈ કોટેચા,  શ્રી હરેશભાઈ પરસાણા,  શ્રી ગીરીશભાઈ કોટેચા,  શ્રી પુનિતભાઈ શર્મા ,  શ્રી શૈલેષભાઈ દવે, મહેન્દ્રભાઈ મશરૂ, ભરતભાઈ ગાજીપરા, પી.ડી.ગઢવી, નાથાભાઈ મોરી, પ્રફુલભાઈ ત્રિવેદી, ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં આર્યુવેદ કેમ્પનો લાભ અંદાજિત ૪૦૦ ઉપરાંત લોકોએ લીધો હતો અને ૫૧ જેટલા રક્તદાતાએ રક્તદાન કરીને સ્વ.નારસિંહભાઈ પઢિયારને શ્રદ્ધાંજલિ આપી હતી. યોગીભાઇ અને મહેન્દ્રભાઇ તેમજ પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃતી કરવામાં આવી હતી.

raktdan-camp-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *