Gujarat

કલેક્ટર શ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ સેવા સેતુના કાર્યક્રમ યોજાયા

નાગરિકોને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી સેવાઓ મળી રહે તે માટે ગુડ ગવર્નન્સ અંતર્ગત ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ જનસેવા સેવાને વધુ જનલક્ષી કરવામાં આવી છે. તાજેતરમાં તા.૨ જુલાઈ ના રોજ સમગ્ર રાજ્યમાં સેવા સેતુના કાર્યક્રમો તાલુકા કક્ષાએ કરવામાં આવ્યા હતા.સેવા સેતુના આ ઝુંબેશ કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે.     કલેકટર શ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ દરેક તાલુકામાં નાગરિકોને વધુ સેવા મળે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી .જે અંતર્ગત  કુલ ૩૭૩૨૧ થી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આવેલી  તમામ અરજીઓનો નિકાલ કરી ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. નાગરિકોને જુદા જુદા પ્રકારના દાખલા તેમજ સર્ટિફિકેટ અને મંજૂરીઓ અને સામાજિક સેવાઓ હેઠળ સહાય મેળવવા માટેના પ્રમાણપત્રો સહિત કુલ ૫૩ સેવાઓ કામગીરી કરવામાં આવી હતી. હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ આપવાની બાબતમાં ૭૦૦૦થી વધુ કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું.        જૂનાગઢ જિલ્લામાં ૩૭૩૨૧ થી વધુ અરજીઓનો એક જ દિવસમાં નિકાલ કરી જુનાગઢ જિલ્લાની ટીમે પ્રથમ ક્રમે રહી નોંધપાત્ર કામગીરી કરી છે. કલેક્ટરે તમામ મામલતદાર કચેરીઓ અને સંલગ્ન અધિકારીઓ કર્મચારીઓને અભિનંદન આપી પાત્રતા ધરાવતા લોકોને તમામ યોજનાઓનો લાભ મળે તે માટે અનુરોધ કર્યો હતો.        સેવાસેતુના કાર્યક્રમોમાં તાલુકા વાઇઝ અરજીઓના નિકાલની વિગતો જોઈએ તો  ભેસાણ ૩૬૨૨,માળીયાહાટીના ૩૫૫૮,, વંથલી ૪૮૨૯, માંગરોળ ૨૮૨૯,કેશોદ ૪૩૪૬,વિસાવદર ૪૧૦૭, મેંદરડા ૫૬૦૪,માણાવદર ૪૬૭૨, જુનાગઢ  ૩૭૫૪   અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *