જેતપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં તસ્કરો હાથફેરો કરવામાં સફળ રહે છે જે પોલીસની કડકાઇ ઢીલી પડી હોવાની અને નબળાઈ છતી કરી રહ્યા છે. છેલ્લા બે ત્રણ મહિનામાં નાની મોટી ચોરીના બનાવ બન્યા હતા ત્યાં બાદ ફરી વાર જેતપુર શહેરનાં અમરનગર રોડ પાસે આવેલ શ્રદ્ધાપાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ ગજેરા નાં મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં અને રોકડ રકમ સહિત સોના, ચાંદીના ઘરેણાં રોકડ મત્તાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ જેતપુર શહેરના અમરનગર રોડ ની બાજુમાં આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ ગજેરા પરિવારજનો સાથે દવાખાના નાં કામ માટે બહાર ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ તેમના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને તિજોરી તેમજ કબાટ ખોલી અંદર પડેલા સોના- ચાંદીના દાગીના જેમાં સોનાની બુટી, ચાંદીનો કંદોરો, સોનાના સાંકળા તેમજ રોકડ રૂ.6 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે જેતપુર પોલીસ ને જાણ કરતા સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ગૂનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે


