મોરબી
મોરબી-કંડલા હાઈવે પર ગત તા.૦૮/૦૫ ના ના રોજ ભરતનગર-અમરનગર ગામ પાસે ગાડીમાં મોરબીના રવેશીયા-જાેબનપૂત્રા પરિવારના સભ્યો હનુમાનજીના મંદીર મું.કટારીયા તા.ભચાઉ જી.કચ્છથી મોરબી ગામે પરત આવતા હતા, જે ગાડીમાં ડ્રાઈવર સાઈડનું ટાયર ફાટતા મોરબી તરફ આવવાના રોડનું ડીવાઈડર ક્રોસ કરી રોડની સામેની બાજુ આવતી એક ટેમ્પોમાં માઘાપર-કચ્છ ગામના સભ્યો સારંગપુર મંદીરના દર્શનેથી પરત ફરી રહ્યા હતા. આ ટ્રેમ્પો ટ્રાવેલર સાથે ગાડી અથડાઇ હતી. જેથી ગમખ્વાર અકસ્માત થયો હતો. સામેથી આવતી ટેમ્પો ટ્રાવેલર પાછળ આવતી એક કાર પણ ટેમ્પો ટ્રાવેલર સાથે અથડાઇ હતી. જેથી વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવમાં મોરબી ગામનાં રવેશીયા-જાેબનપુત્રા પરિવારના ૪ સભ્યો તથા માધાપર(કચ્છ)ના એક સભ્ય એમ કુલ ૫ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. તેમજ ૦૯ વ્યક્તિને ઈજા થઇ હતી. જેમાં મોરબીનાં જાેબનપુત્રા પરિવારના એક સભ્ય તથા માધાપર (કચ્છ)નાઆઠ સભ્યોનો સમાવેશ થાય છે. મૃતક દીઠ ચાર લાખ અને ઈજાગ્રસ્ત વ્યક્તિ દીઠ પચાસ હજારની સહાય સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે. જે પૈકી મોરબીના સ્વર્ગસ્થ ચાર વ્યક્તિના વારસદારોને સોળ લાખની રકમના ચેક તથા ઈજાગ્રસ્ત વ્યક્તિ એકને પચાસ હજારનો ચેક રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ હતભાગી કુટુંબનાં ઘરે જઇ સાંત્વના પાઠવી સહાયના ચેક અર્પણ કર્યા હતા.આ સહાયની રકમ બે મહિનાથી ઓછા સમયમાં સત્વરે મંજૂર કરવા બદલ પરિવારજનોએ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો. આ તકે મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મોરબી તાલુકા મામલતદાર નિખીલ મહેતા, તેમજ લોહાણા સમાજના પ્રતિકભાઇ રવેશીયા, રૂચિરભાઇ કારીયા વગેરેએ ઉપસ્થિત રહી હતભાગી પરિજનોને સાંત્વના પાઠવી હતી.
