Gujarat

ડાકોરમાં ૪ કિન્નરે અમદાવાદના ૩ કિન્નરને માર મારી લૂંટ ચલાવી

નડિયાદ
અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષિય રોશનીદે મોનાદે પાવૈયા પોતે પાલડી અખાડો આવેલ છે ત્યાં ગુરુની સાથે યજમાન વૃત્તિ કરે છે. ગઇકાલે સોમવારે તેઓ અને અમદાવાદમાં રહેતા અનીતાદે પાવૈયા, કાજલદે પાવૈયા સાથે રીક્ષામાં બેસી ગળતેશ્વર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે ડાકોર સ્થિત ગાયોના વાડા નજીક આવેલ હોટલ પાસે આ રીક્ષા ઉભી રાખી હતી. આ સમય એક સફેદ કલરની ઇકો કારમાં સપનાકુવર, સારીકાકુવર, અન્નુકુંવર અને કલ્પનાકુંવર (તમામ રહે. વડોદરા) ત્યાં આવી ચઢ્યા હતા. તેમજ સારીકાકુંવરે રોશનીદેને જણાવ્યું હતું કે તું કેમ અમદાવાદ માગવા જાય છે વડોદરા કેમ રહેતી નથી. તારા મા-બાપને કમાઈ કરી કેમ આપે છે તેમ કહી માથાના વાળ પકડી તેને ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત હાથમાંનું પાકીટ ઝૂંટવી જેમાં આશરે ૭ હજાર રૂપિયા હતા તે લઈ લીધા હતા. ઉપરાંત અન્નકુંવરે રોશનીદેને લાફો મારી તેમના કાનમાં પહેરેલી સોનાની કડી પૈકી બે કડી કિંમત રૂપિયા ૧૫ હજાર ખેંચીને લૂંટ કરી હતી. આ ઉપરાંત અન્ય કિન્નરો રોશનીદે સાથે આવેલા કિન્નરોને માર મારી ત્યાંથી પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર મામલે રોશનીદે પાવૈયાએ ઉપરોક્ત લૂંટ આચરનારા અને માર મારનારા વડોદરાના ૪ કિન્નરો સામે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.યાત્રાધામ ડાકોરમાં અન્ય શહેરમા વસવાટ કરતી કિન્નરો-કિન્નરો વચ્ચે માથકૂટની ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરા અને અમદાવાદના કિન્નરો વચ્ચે યજમાનવૃત્તિ બાબતે થયેલી માથાકુટમાં વડોદરાના ૪ કિન્નરે અમદાવાદના ૩ કિન્નરને માર મારી નાણાં અને સોનાની કડીની લૂંટ ચલાવી ફરાર થયા છે. સમગ્ર મામલે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *