અજાબ ગામના ખેડૂત ખાતેદાર કિશોરભાઇ ગોરાણિયાએ જણાવ્યું હતું કે, મારે ખેતરમાં અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાની હતી. આ માટે મને સરકારશ્રીની સહાય અંગેની માહિતી મળતા મે અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન માટે અરજી કરી હતી. જે અરજી મંજુર થઇ ગઇ છે અને આજે મંત્રીશ્રીના હસ્તે મંજુરી માટેનો પત્ર પણ આપી દીધો છે. હવે આ અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન થકી હું ખેતરમાં સારો પાક લઇ શકીશ. સરકારશ્રીનો આભાર કે અમારા જેવા નાના ખેડૂતોનું ધ્યાન રાખી અમને કૃષિ માટે સહાય આપવામાં આવે છે.


