Gujarat

વંદે ગુજરાત વિકાસ યાત્રાના માધ્યમથી પર્યાવરણનું જતન

ગુજરાત સરકારની ૨૦ વર્ષની સિદ્ધિઓ વંદે ગુજરાત વિકાસ યાત્રાના માધ્યમથી જન-જન સુધી પહોંચાડવામાં આવી રહી છે. આ સાથે જનકલ્યાણના વિવિધ કામો પણ થઈ રહ્યા છે. કેશોદ તાલુકાના અજાબ ગામે રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમના હસ્તે ૭૩માં વન મહોત્સવ હેઠળ વિનામૂલ્યે ઔષધીય અને ફળ ઝાડના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો પણ ઉત્સાહભેર ફળઝાડના છોડને સ્વીકારી, વૃક્ષ સંવર્ધન માટે આગળ આવ્યા હતા

     આમ, આ વંદે ગુજરાત વિકાસ યાત્રાના માધ્યમથી પર્યાવરણના જતનની પણ કાળજી લેવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *