મુંબઈ
સતત બે બિગ બજેટ ફિલ્મો ફ્લોપ ગયા પછી પણ ફેન્સ વચ્ચે અક્ષય કુમારનો જાદુ અકબંધ છે. રિમેક હોય કે ઓરિજનલ એક પછી એક અક્ષયની નવી ફિલ્મોની એનાઉન્સમેન્ટ થઈ રહી છે. રિસન્ટલી,એ કે બૂક ઈવેન્ટમાં લંડન પહોંચેલા અક્ષય કુમારને સ્થાનિક મીડિયાએ ફરી એકવાર તમે પોલિટિક્સ જાેઈન કરવા જઈ રહ્યો છો? તેવો સવાલ કરતા અક્કીએ તેનો સ્માર્ટ જવાબ આપ્યો હતો અને ભવિષ્યમાં રાજનીતિ કરવાનો કોઈ પ્રકારનો વિચાર નહિ હોવાનું જણાવ્યું હતું. અક્ષયે કહ્યું હતું કે, હું અત્યારસુધી ૧૫૦થી વધુ ફિલ્મો કરી ચૂક્યો છું અને હું ફિલ્મોના માધ્યમથી સમાજમાં મેસેજ પહોંચાડવા માટે સક્ષમ છું. ભારતમાં લોકો ફિલ્મો સાથે સરળતાથી કનેક્ટ થાય છે અને ફિલ્મોથી જ સમાજ સુધારણા થઈ શકે તો તેના માટે પોલિટિક્સમાં જાેડાવવાની શું જરૂર છે. હું સામાજિક સંદેશ કોમર્શિયલ ફિલ્મો દ્વારા આપવાનો પ્રયત્ન કરું છું અને મારી ફિલ્મોને દર્શકોએ પણ ખૂબ જ પ્રેમ આપીને વધાવી લીધી છે. આ કારણે જ, મને પોલિટિક્સ જાેઈન કરવામાં કોઈ રસ નથી અને હું ભવિષ્યમાં પણ રાજનૈતિક પાર્ટી સાથે જાેડાવાનો નથી. ફિલ્મમાં એક્ટિંગ કરવી મારું કામ છે અને હું તે કરતો રહીશ. અગાઉ, જયારે અક્ષય કુમારે ૨૦૧૯ લોકસભાના ઈલેક્શન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ લીધુ હતું ત્યારે અનેક અટકળો સર્જાઈ હતી કે, અક્ષય ટૂંક સમયમાં પોલિટિક્સ જાેઈન કરશે પરંતુ અક્કીએ તે સમયે પણ ક્લિયર કરી દીધું હતું કે, હું રાજકારણથી દૂર રહેવા માગુ છું અને ફિલ્મોમાં કામ કરવું જ મારી પ્રાયોરિટી છે. અક્ષય ભારત સરકારની અનેક કેમ્પેઈનનો હિસ્સો બની ચૂક્યો છે અને તે આગામી ૧૧ ઓગસ્ટે રિલીઝ થઈ રહેલી તેની ફિલ્મ ‘રક્ષાબંધન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.


