નવસારી
નવસારી પાલિકા દ્વારા હાલમાં તો નવસારીના જૂના શહેર વિસ્તારમાં આવેલી ૨૦૧ ઇમારતને નોટિસ આપી છે. હાલમાં સમાવિષ્ટ થયેલા ૮ ગામમાં આવેલી ભયજનક કે જર્જરિત ઇમારતના સરવેની કામગીરી હજી હાથ ધરવામાં આવી નથી. જેને લઈ આવનાર દિવસોમાં ભયજનક ઇમારતોની સંખ્યામાં વધારો થશે તેમ લાગી રહ્યું છે. હાલમાં જર્જરિત ઇમારતને પગલેનવસારી-વિજલપોર નગરપાલિકા કડક કાર્યવાહી કરી રહી છે. નવસારી શહેરમાં આવેલી ૨૦૧ જર્જરિત ઇમારતોને આગામી ચોમાસા પહેલા નોટિસ આપવામાં આવી હતી. જેને લઈ મિલકતધારકોએ ૮૦ને રિપેર કરી અને ૭૦ મિલકત જમીનદોસ્ત કરવાની કામગીરી કરી છે. ઘણી ઇમારતોના માલિક સ્વૈચ્છિક રીતે તોડી રહ્યાં છે. પાલિકામાં સમાવિષ્ટ ૮ ગામોનીડિવિઝન કચેરીમાં આ બાબતે આગળના સમયે કાર્યવાહી હાથ ધરાશે. નવસારી-વિજલપોર પાલિકાએ જર્જરિત ઇમારત મુદ્દે હવે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. જેમાં નવસારી-વિજલપોર પાલિકા ના શહેરી વિસ્તારમાં આવેલી ૨૦૧ જર્જરિત ઇમારતને નોટિસ આપી હતી. જેમાં અતિ જર્જરિત ૭૦ ઇમારતને તોડી પાડવામાં આવી હતી તો ૮૦ ઇમારતને રિપેર કરાવવાની નોટિસ આપતા ઇમારત ના માલિકોએ ઝડપથી કાર્યવાહી કરી રહ્યાં છે. હાલ ચોમાસામાં જર્જરિત ઇમારતોને કારણે કોઈ દુર્ઘટના નહીં સર્જાય તે માટે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. નવસારી-વિજલપોર પાલિકાના જુના શહેર વિસ્તારમાં આવેલી જર્જરિત ઇમારતોની સંખ્યા પાલિકાના દફતરે ૨૦૧ હતી. આ જર્જરિત ઇમારતોને પગલે કોઈ નુકસાન થાય તો તમામ જવાબદારી જે-તે ઇમારતના માલિકોની હોય તે બાબતે પાલિકાએ નોટિસ પણ પ્રસિદ્ધ કરાવી હતી અને કડક પગલાં લેવા જણાવ્યું હતું. જેને પગલે છેલ્લા ૩ માસમાં જર્જરિત ઇમારતના માલિકો કે ભાડૂઆતોએ પોતાના રહેણાંક વિસ્તારમાં ઈમારત રિપેર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ નવસારી પાલિકા વિસ્તારમાં આવેલી ૨૦૧ જર્જરિત ઇમારતના માલિકોને આ મિલકતને ઉતારી પાડવા અને ઝડપથી રિપેર કરવાની નોટિસ પાઠવી હતી. નવસારી શહેરની ૭૦ જેટલી ઇમારતને તોડી પાડવામાં આવી હતી અને ૮૦ મિલકતને તુરંત રિપેર કરવાની નોટિસ આપતા તેને રિપેર કરવામાં આવી હતી. જ્યારે વધુ ૫૧ને તાત્કાલિક રિપેર કરવાનું જણાવ્યુ હતું. જેમાં સાબર એપાર્ટમેન્ટ જલાલપોર, સિદ્ધિ વિનાયક બિલ્ડીંગ રાયચંદ રોડ, વાલ્મિકી એપાર્ટમેન્ટ, શાંતાદેવી રોડ, લોખંડવાળા કોમ્પલેક્ષ, નીલકંઠ એપાર્ટમેન્ટ સાગાવાડ, ગોંડલવાળા બિલ્ડીંગ પારસી અગિયારી પાછળના ભાગે, બોદાલિયા બિલ્ડીંગ ૧ અને ૨ને નોટિસ આપી ઈમારત ઉતારી લેવા જણાવ્યું હતું. આ ઈમારતના માલિકો ત્વરિત કાર્યવાહી કરી રહ્યાં છે.


