વલસાડ
વલસાડ તાલુકાના વેજલપુરના અતુલ ફળિયામાં રહેતી એક ૨૦ વર્ષીય આશાસ્પદ વૈષ્ણવીબેન ધર્મેશભાઈ નાયકાનું એચએસસીનું પરિણામ નબળું આવ્યું હતું. વૈષ્ણવી પાસ થવાની પ્રબળ ઈચ્છા ધરવી બેઠી હતી, પરંતુ નાપાસ થતા હતાશ થઈ હતી. જાે કે વૈષ્ણવીના પિતા તથા તેના ૨ ભાઈઓએ આગામી દિવસોમાં પરીક્ષા આપી વધુ માર્ક સાથે પાસ થવા પ્રોત્સાહિત કરી હતી. ગત સોમવારના રોજ ધર્મેશભાઈ કંપનીમાં નોકરી કરવા ગયા હતા અને બંને ભાઈઓ અન્ય કામોથી બહાર ગયા હતા. સાંજે ધર્મેશભાઈ પોતાના ઘરે પરત ફરતા ઘરનો મુખ્ય દરવાજાે અંદરથી બંધ હતો. જેથી પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશી ચેક કરતાં ઘરના રસોડામાં તેમની લાડકી દીકરી લોખડની એંગલ વડે ફાંસો ખાઈ આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી. ધર્મેશભાઈએ નજીકના અગ્રણી તથા સ્થાનિક લોકોની મદદ મેળવી વૈષ્ણવી ઉતારી સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડી હતી. ત્યાં ફરજ ઉપર હાજર તબીબે વૈષ્ણવી નાયકાને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમને જાણ થતા વલસાડ રૂરલ પોલીસની ટીમે લાશનો કબજાે મેળવી પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી. ઘટના અંગે વૈષ્ણવીના પિતા ધર્મેશભાઈ મોહનભાઈ નાયકાએ વૈષ્ણવીએ એચએસસીમાં ફેલ થવાથી હતાશ થઈ આપઘાત કર્યો હોવાની નોંધ કરાવી હતી. પોલીસે નોંધ લઈ વૈષ્ણવીની લાશનું પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરી છેએચએસસી વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ વલસાડ તાલુકાના વેજલપુર ખાતે રહેતી એક એચએસસી વિજ્ઞાન પ્રગહની વિદ્યાર્થિની નાપાસ થઈ હતી, જેને લઈને વિદ્યાર્થિની ઉદાસ થઈ ગઈ હતી. વિદ્યાર્થિનીના પિતા અને ભાઈઓ કામ અર્થે બહાર ગયા ત્યારે તેણીએ ઘરનો મુખ્ય દરવાજાે અંદરથી બંધ કરી રસોડામાં લાગેલી લોખંડની એંગલ ઉપર ઓઢણી વડે ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. પિતા ઘરે પરત ફરતા મુખ્ય દરવાજાે અંદરથી બંધ મળ્યો હતો. ઘરના પાછળના દરવાજેથી ઘરમાં આવી ચેક કરતા દીકરીને રસોડામાં ફાંસો ખાધેલી હાલતમાં જાેઈ તાત્કાલિક અગ્રણીઓની મદદ વડે નજીકની હોસ્પિટલે દીકરીને ખસેડવામાં આવી હતી હોસ્પિટલ ખાતે તબીબોએ તબીબે મૃત જાહેર કરી હતી.


