આણંદ
વિદ્યાનગરની ચારૂતર વિદ્યામંડળ ટ્રસ્ટની ભાઈકાકા સ્ટેચ્યુ પાસે બિનખેતીલાયક વાળી જમીન આવેલી છે. વર્ષો પૂર્વે અહીંયા ક્વાટર્સ આવેલા હતા. જાેકે, મિલકતમાં આવેલાં ક્વાટર્સ જર્જરિત થઈ જતા તેને ઉતારી લેવામાં આવ્યા હતા અને નજીકમાં નવી હોસ્ટેલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જાેકે, વિદ્યાનગર સ્થિત સ્ટોન પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ તહેવારો ટાંણે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાતું હોય જાહેર માર્ગ ઉપર અગવડ ન પડે તે હેતુથી આશરે પાંચેક વર્ષથી કામચલાઉ ધોરણે આ જમીન ઉપભોગ કરવાની સંસ્થા પાસે હંગામી ધોરણે પરવાનગી માંગતા સંસ્થાએ મર્યાદિત સમય માટે જ આ જગ્યા વાપરવા આપી હતી. જાે કે બાદમાં સ્ટોન પરિવારના સંચાલકો દ્વારા ગત ૨૮મી મેના રોજ રાત્રિના સમયે ગેરકાયદે પ્રવેશ કરી તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે વિદ્યાનગર પોલીસે દિલેશ જાદવ ઉપરાંત, તેના ભાઈ વિજય ચંદુ જાદવ, અજય જાદવ અને જયદિપસિંહ વાઘેલાની બુધવારે ધરપકડ કરી હતી. જેમને કોર્ટમાં રજૂ કરાતાં મોડી સાંજે છૂટકારો થયો હતો.વિદ્યાનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા ચારૂતર વિદ્યામંડળમાં એક માસ અગાઉ સ્ટોન પરિવારના સદસ્યો દ્વારા ગેરકાયદે પ્રવેશ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. જે અંતર્ગત વિદ્યાનગર પોલીસે હાલમાં શહેર ભાજપ મહામંત્રી અને ગુનામાં સંડોવાયેલા સ્ટોન પરિવારના સભ્ય દિલેશ જાદવ સહિત ચારની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં ચારેયનો જામીન પર છૂટકારો થયો હતો.


