Gujarat

જામનગરના ધ્રોલ પાસે ૨ કારની ટક્કરમાં એકનું મોત

ધ્રોલ
જામનગર જિલ્લાના ધ્રોલમાં ગજાનંદ સોસાયટીમાં રહેતા અને હોટલનો વ્યવસાય કરતા હિતેશભાઈ મનસુખભાઈ ભોજાણી (ઉ.વ.૩૬) કે જેઓ પોતાની કાર લઈને જામનગર-રાજકોટ હાઇવે રોડ પર જાયવા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન પાછળથી પુરપાટ વેગે આવી રહેલી જીજે ૧૦ સી.જી. ૭૪૪૭ નંબરની કારના ચાલકે ધડાકાભેર ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં પાછળથી કાર લઈને આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના કાનાભાઈ માંડણભાઈ સુવા નામના કારના ચાલકનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે આગળ જઈ રહેલી કારનાચાલક હિતેશભાઈ ભોજાણીએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજાે સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંને કાર વચ્ચે થયેલો અકસ્માત એટલો ગોઝારો હતો કે, કારના આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી.જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક જાયવા ગામના પાટીયા પાસે બે કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં એક કારનાચાલકનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું છે. જે મામલે ધ્રોલ પોલીસે વધુ તપાસ ચલાવે છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *