International

કંઝર્વેટિવ પાર્ટી એક નવા નેતા અને પ્રધાનમંત્રીની ચૂંટણી કરશે ઃ બોરિસ જાેનસન

લંડન
બોરિસન જાેનસને બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. દેશના નામે સંબોધનમાં જાેનસને આ જાહેરાત કરી છે. જાેનસને કહ્યુ કે તેમની કંઝર્વેટિવ પાર્ટી એક નવા નેતા અને પ્રધાનમંત્રીની ચૂંટણી કરશે. દેશને સંબોધતા તેમણે કહ્યું- મને મારી સિદ્ધિઓ પર ગર્વ છે. નવા નેતા ચૂંટાયા સુધી તે આ પદ પર રહેશે. દેશને સંબોધિત કરતા જાેનસને કહ્યુ કે, તે દુનિયાનું સર્વશ્રેષ્ઠ પદ છોડીને ઉદાસ છે. તે નવા નેતાને યથાસંભવ સમર્થન આપશે. કંઝર્વેટિવ પાર્ટીના એક સંમેલનમાં નેતાની ચૂંટણી થશે. પાર્ટીનું સંમેલન ઓક્ટોબરમાં થવાનો કાર્યક્રમ છે. ઘણા દિવસથી ચાલેલા રાજકીય ઘટનાક્રમ બાદ જાેનસને આ પગલું ભર્યું છે. જાેનસનના મંત્રીમંડળના ઘણા સભ્યો મંગળવારે રાજીનામુ આપી ચુક્યા છે. નોંધનીય છે કે બોરિસ જાેનસનને ત્યારે ઝટકો લાગ્યો હતો, જ્યારે નાણામંત્રી ઋષિ સુનલ અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ હતું. તેમણે કહ્યું હતું કે તેને પ્રધાનમંત્રીના નેતૃત્વ પર વિશ્વાસ નથી અને તે કૌભાંડોમાં ઘેરાયેલી સરકાર માટે કામ કરવા ઈચ્છતા નથી. પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિક સાજિદ જાવિદ અને ભારતવંશી બ્રિટિશ મંત્રી સુનકે થોડી મિનિટના અંતરે ટિ્‌વટર પર પોતાનું રાજીનામું જાહેર કર્યું હતું. બંને નેતાઓ બાદ અનેક મંત્રીઓ અને સહયોગીઓએ જાેનસનનો સાથ છોડી દીધો હતો. બોરિસ જ્હોન્સન વિરુદ્ધ તેમની જ કન્ઝર્વેટિવ પાર્ટીમાં બળવો જાેવા મળ્યો હતો. અત્યાર સુધીમાં ૪૧ મંત્રી રાજીનામા આપી ચૂક્યા છે. એક પછી એક ઢગલો રાજીનામા પડ્યા બાદ તેમના પર રાજીનામું આપવા માટે દબાણ વધી ગયું હતું. વિપક્ષી લેબર પાર્ટી પણ તેમના રાજીનામાની માંગણી કરી રહી હતી.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *