Gujarat

ઉના માં પોલીસ અધિક્ષક ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ ની બેઠક મળી.  

 ગિરગઢડા
   ભરત ગંગદેવ.
ઉનાના માધવબાગ ખાતે ઉના પોલીસ દ્વારા જિલ્લા પોલીસવાળા અધિકારી મનોહર સિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી. અને બેઠકમાં દરેક તહેવારો શાંતિ ભાઈચારા થી ઉજવાય તે બાબતે ચર્ચાઓ કરી હતી. ઉનામાં કાયદો અને વ્યવસ્થા સંગીત બને તે માટે સ્થાનિક પોલીસને સહકાર આપવા જણાવ્યું હતું. શાંતિ સમિતિની બેઠકમાં એએસપી ઓમ પ્રકાશ જાટ, પીઆઇ મસી તથા સ્ટાફ હાજર રહ્યો હતો.
આ બેઠક માં નગરપાલિકા ઉપ પ્રમુખ ચંદ્રેશ જોશી, રાજુભાઈ ડાભી ( મંત્રી ભાજપ),રસિકભાઈ  ચાવડા (યુવા કોળી સમાજ પ્રમુખ),હરિભાઈ સોલંકી ( પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત),વિજયભાઈ બાંભણિયા( પૂર્વ મંત્રી યુવા ભાજપ),મનોજભાઈ બાંભણિયા (સદસ્ય ન.પા.),પરેશભાઈ બાંભણિયા,(સદસ્ય ન.પા.) મિતેશભાઈ શાહ( શહેર ભાજપ પ્રમુખ),સુનિલભાઈ મુલચંદાની, અબ્બાસ સુમરાણી, નિપુલ શાહ,રાજેશ મકવાણા, યુસુફ સોરઠીયા,યાદગાર બાપુ,નવીનભાઈ જોશી, કનકભાઈ  જાની , હિતેષ જોશી,ચિંતન ગઢીયા,કમલેશ જુમાની,નીરવ ગઢીયા,અબ્દુલ પઠાણ,જેન્તી ચોહાણ તથા હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો,પત્રકારો,સમાજ અગ્રણી
ઓ,વેપારી આગેવાનો,રાજકીય પાર્ટી ના આગેવાનો,વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક માં યુવા કોળી સમાજ ના પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા એ એસ.પી. જાડેજા  નું હનુમાનજી મહારાજ નો મોમેટ આપી સન્માન કર્યું હતું
Attachments area

IMG-20220708-WA0215.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *