Gujarat

શાંતિધામ ડીસા ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ 

 ગિરગઢડા
 ભરત ગંગદેવ..
ધર્મ, સંસ્કાર, શિક્ષણ,સાહિત્ય, રમતગમત, આરોગ્ય,પર્યાવરણ જાળવણી તેમજ અંતિમ સંસ્કાર એમ તમામ બાબતોને કેન્દ્રમાં રાખીને સતત કાર્યરત સેવા સંસ્થા એવી ડીસાની શાંતિધામ સ્મશાનભૂમિ અનેક પ્રકારનાં વૃક્ષોથી લીલીછમ તેમજ શોભાયમન છે.
   શાંતિધામ ખાતે વધુ 125 વૃક્ષો વાવવા તેમજ સારી રીતે ઉછેરવાના મહા સંકલ્પ સાથે જાણીતા પર્યાવરણ પ્રેમી તેમજ સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો.નવીનકાકાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ દિવ્ય અવસરે પ્રમુખ ભગવાનભાઈ બંધુ,પૂર્વ પ્રમુખ કનૈયાલાલ શેઠ, મંત્રી કનુભાઈ આચાર્ય, પૂર્વ મંત્રી મયંકભાઈ પટેલ, ટ્રસ્ટીઓ ઈશ્ર્વરલાલ વારડે, છગનલાલ પટેલ,શંકરલાલ કતીરા,ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભરતભાઇ પરમાર તેમજ અગ્રણી નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, વિશ્ર્વ હિંદુ પરિષદ ના પ્રમુખ જયેશભાઈ દેસાઈ,રઘુવંશી સ્કૂલના ઈશ્ર્વરભાઈ રાવળ,સેવકો મેવાજી ઠાકોર, ગલબાજી,શાંતિજી સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.સમગ્ર પ્રાંગણ લીલુંછમ બને તે માટે સૌએ સહિયારા પ્રયત્નો કરવાનો નિર્ણય કર્યો હતો.

IMG-20220708-WA0442.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *