Gujarat

.છોટાઉદેપુર જિલ્લામાં રેતી ની લીઝો વરસાદ અને ઓરસંગ નદીમાં પાણી આવવા ના કારણે થોડા સમય માટે બધ થાય તો  શું લીઝો ની સાથે રેતીના સ્ટોક પણ બંધ થશે તેવી લોક ચર્ચા થઈ રહી છે  ?

ચોમાસા દરમિયાન ઓરસંગ નદીમાં પાણી આવે છે પૂર આવે છે નદી બે કાંઠે થાય છે ત્યારે દર વર્ષે તંત્ર દ્વારા અમુક સમય માટે ઓરસંગ નદીમાંથી રેતી કાળવા પર પ્રતિબંધ મૂકવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે પણ સમગ્ર જિલ્લામાં લોક ચર્ચા થઈ રહી છે કે વરસાદ પડવા અને ઓરસંગ નદીમાં પાણી આવતું હોય ત્યારે  લીજો બંધ કરાશે તો  રેતીના સ્ટોક પણ બંધ થાય એવી લોકો માંગ કરી રહ્યા છે
લીઝ ધારકો દ્વારા ઊંડા ઊંડા ખાડા ખોદવામાં આવે છે જેને લઇ ખેડૂતોના પાણીના સ્તર ખૂબ જ ઊંડા જતા રહે છે અને ખેડૂતોના પાકમાં ભારે નુકસાન નો સામનો કરવો પડે છે ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ઉનાળાના સમયમાં પણ અમુક સમય માટે રેતી ઉલેચવા પર પ્રતિબંધ થાય તો ખેડૂતોને પાણી માટે તકલીફ વેઢવી ન પડે
અને જ્યારે વરસાદ પડે છે એ સમયે લીઝો બંધ કરી દેવામાં આવે છે. આવું કેમ એક મહત્વનો પ્રશ્ન છે ? શું રેતીના સ્ટોક પૂરા કરવા માટે લીઝો બંધ કરવામાં આવે છે ? આવા અનેક સવાલો લોકો કરી રહ્યા છે ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોનો કોઈ મહત્વ નથી તેમ ઓરસંગ નદીને અડીને આવેલા ખેડૂતો જણાવી રહ્યા છે લોક માંગ તો એવી જ છે કે હાલમાં થોડા સમય માટે લીજો પણ બંધ રહે અને રેતીના સ્ટોક પણ બંધ રહે જેથી કરીને રોડ ઉપર જે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે ચોમાસા દરમિયાન ભારી વાહનો રોડ પર જાય છે અને મોટા મોટા ખાડા પડે છે અકસ્માત થાય છે નિર્દોષ માણસો ભોગ બને છે ત્યારે તંત્ર તરફથી રેતી ની લીઝો બંધ કરવામાં આવે ત્યારે સ્ટોકમાં પણ રેતી લઈ જવા લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે તેમ આજુબાજુ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220709-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *