Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ને લઇને બેઠક યોજાઇ.

યુનો ઘોષિત નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની જિલ્લા માં ધામધૂમથી ઉજવણી કરવા માટે આયોજન નાં ભાગરૂપે આજે પાવીજેતપુર તાલુકાના રંગલી ચોકડી સ્થિતિ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે જિલ્લા સ્તરીય બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું, યોજાયેલ બેઠકમાં છેલ્લા  વર્ષ ૨૦૧૯ માં ભારે વરસાદને કારણે તથા વર્ષ ૨૦૨૧/૨૨ ના વર્ષ દરમ્યાન કોરોના ની સ્થિતિ ને લીધે આમ છેલ્લા ત્રણ વર્ષથી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની વ્યવસ્થિત રીતે ઉજવણી થઇ શકી નહીં જેથી ચાલુ વર્ષે આવી રહેલ નવમી ઓગસ્ટ ની ઉજવણી ભારે ધામધૂમથી ઉજવવામાં આવે તેવો ઉત્સાહ યુવાનો માં જોવા મળી રહ્યો છે અને તેનાં આયોજન માટે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સામાજિક આગેવાનો સાથે મળીને બેઠક માં વિસતરુત ચર્ચા કરવામાં આવી હતી, અને ભવ્ય રીતે ઉજવણી થઇ શકે તે માટે આજથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે તેમ નક્કી કરવામાં આવ્યું હતું.
આમ છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વ આદિવાસી દિવસ ની વ્યવસ્થિત રીતે ઉજવણી થઇ શકી નથી ત્યારે ચાલુ વર્ષે ભારે ઉત્સાહ ભેર ધામધૂમથી ઉજવણી કરવા માટે યુવાનો માં થનગનાટ જોવા મળી રહ્યો છે જેના અનુસંધાને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સામાજિક આગેવાનો દ્વારા સુવ્યવસ્થિત રીતે ગામેગામ તથા તાલુકા પ્રમાણે તેમજ જિલ્લા સ્તરીય ઉજવણી કરવા માટે ની જિલ્લા સ્તરીય બેઠકમાં નિર્ણય લેવાયો હતો તેમ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ ના સામાજિક કાર્યકર વાલસિંગભાઈ રાઠવા એ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220710-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *