Gujarat

અમરેલી નાં લાઠી તાલુકામાં ૧૮૧ અભયમ ની ટીમ દ્વારા ૩ મહિનાનું બાળકનો કબજો માતાને અપાવી સુખદ સમાધાન કરાવ્યું

“*
અમરેલી નાં તાલુકામાં એક મહિલા દ્વારા ૧૮૧ અભયમ માં કોલ કરીને જાણ કરવામાં આવી કે તેઓના પતિએ તેઓનું બાળક છીનવી લીધું છે.જેઓ આપવાની મનાઈ કરે છે જેથી મદદ ની જરૂર છે.
  આથી આ માહિતી મળતાં ની સાથે જ અમરેલી ૧૮૧ અભયમ ટીમનાં કાઉન્સેલર હીનાબેન પરમાર,કાઉન્સેલર પ્રવિણાબેન રાઠોડ તથા જીઆરડી શિલ્પાબેન સોલંકી   તુંરતજ ઘટના સ્થળે દોડી ગયા હતા ને ત્યાં પીડીત મહિલા સાથે પરામર્શ કરતા જાણવામાં આવ્યું હતું કે પીડિતાએ પ્રેમલગ્ન કરેલ છે તેઓને ત્રણ મહિનાનું બાળક છે પરંતુ તેઓના પતિને નશો કરવાની આદત હોવાથી અવાર-નવાર પીડિતા સાથે મારકૂટ કરતા હતા જેથી તેઓ કંટાળી તેઓના પિયર માં બહેન સિવાય કોઈ બોલાવતા નાં હોય જેથી તેઓ બહેનના સાસરે થોડાક દિવસ રહેવા જતા રહ્યા હતા  પરંતુ ત્યાં તેઓના પતિ એ જઈને પીડિતા સાથે ઝગડો કરી મારકૂટ કરી બળજબરી કરી તેઓનું બાળક છીનવી લઈને ધાકધમકી આપી ને જતા રહ્યા હતા.
   જેથી ટીમ દ્વારા પીડિત મહિલા ના સાસુ તથા પતિ સાથે પરામર્શ કરવામાં આવેલ ને કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને *ત્રણ મહિના ના બાળક ને તેની માતા ના સ્તનપાન પર આધારિત હોય તેમજ માતૃત્વ પ્રેમ અંગે સમજણ આપી બાળક અને તેની માતાનું મિલન કરાવ્યું હતું** તેમજ પીડીત મહિલા ના પતિને સમજણ આપવામાં આવેલ કે નશાના કારણે તેઓને તેમના પરિવારનું ભવિષ્ય ખરાબ થઈ જશે ને ત્યારબાદ નશામુક્તિ કેન્દ્ર અંગે માહિતી આપી બંને પતિ-પત્ની ને સામેસામે બેસાડી નાના મોટા ઝઘડાના પ્રશ્નોનું નિવારણ લાવી મહિલા સહાયતા કેન્દ્ર તથા નારી અદાલત અંગે માહિતીગાર કરી બને પક્ષનું રાજીખુશીથી સુખદ સમાધાન કરાવ્યું હતું.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220711-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *