જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ
હૈદરાબાદનું સુવર્ણભૂમિ મહા પદયાત્રા ટ્રસ્ટ છે, જે ઓ તરફથી દર વર્ષે ધાર્મિક યાત્રા પગપાળા યોજવામાં આવે છે, સોમનાથ આજરોજ પહોચેલી યાત્રા તા.27 મે 2022 ના કેદારનાથ થી પ્રારંભ થયેલ આ સાઇકલ યાત્રા કે વસંત કુમાર ગુરુ સ્વામી ના અધ્યક્ષ સ્થાને કુલ 19 યાત્રીઓએ પ્રારંભ કરી હતી, જે કાશી વિશ્વનાથ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, નાગેશ્વર ની યાત્રા પુર્ણ કરી આજરોજ સોમનાથ પહોચેલ, જ્યાં શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી સ્વાગત કરવામાં આવતા ખુબ ધન્યતાની લાગણી યાત્રિકોએ અનુભવેલી હતી. આ સાઇકલ યાત્રા મહારાષ્ટ્ર ના ત્ર્યંબકેશ્વર, ભિમાશંકર, ઘૃષ્ણેશ્વર, વૈદ્યનાથ, શ્રી શૈલમ, થઇ 7000 કિ.મી. પ્રવાસ કરી રામેશ્વર ખાતે પૂર્ણ થશે.
યાત્રિકો દ્વારા સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવામાં આવેલ, આ પ્રસંગે પુજારી શ્રી દ્વારા તમામ નું સન્માન કરવામાં આવેલ હતુ.


