Gujarat

પૂર સહિતની આપત્તિઓને પહોંચી વળવા માટે NDRFની ૨૫ જવાનોની ટીમ સજ્જ – ડેપ્યુટી કમાન્ડર શ્રી અજયસિંહ, NDRF

 જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે આગમચેતીના ભાગરૂપે એનડીઆરએફની એક ટીમ તૈનાત રાખવામાં આવી છે.

    આ સંદર્ભે એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડર શ્રી અજય સિંહે જણાવ્યું કે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને ભૂતકાળના અનુભવોના આધારે એક ટીમ અહીંયા તૈનાત રાખવામાં આવી છે. જો કે હાલ જૂનાગઢ જિલ્લામાં સ્થિતિ એકદમ સામાન્ય છે. પરંતુ એનડીઆરએફની ટીમ પૂર સહિતની આપત્તિઓને પહોંચી વળવા માટે ૨૫ જવાનો સાથેની ટીમ સજ્જ છે.

    હાલમાં એનડીઆરએફની ટીમ દ્વારા પૂરની સ્થિતિથી બચવા માટે જનજાગૃતિ સંબંધી કાર્યક્રમ રાખવામાં આવી રહ્યા છે. આ સાથે તેમણે લોકો અને જાનમાલના રક્ષણ માટે એનડીઆરએફની ટીમ તૈયાર હોવાનો ભરોષો વ્યક્ત કર્યો હતો.

     આમ, એનડીઆરએફની ટીમ લાઈફ જેકેટ, બોટ સહિતના આદ્યતન સાધનો સાથે પુર સહિતની આપત્તિઓનો સામનો કરવા માટે સજ્જ છે.

    જિલ્લા કલેકટર શ્રી રચિત રાજે વરસાદ-પૂરની સ્થિતિમાં કે કોઈ પણ આપત્તિમાં જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની સાથે કોઈ જોખમ ન ખેડવા માટે નાગરિકોને અનુરોધ કર્યો છે.

     અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સતત દેખરેખ રાખવાની સાથે ઉચિત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ અગમચેતીના ભાગરૂપે જરૂરિયાત ધરાવતા જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો પણ મોકલી આપી છે.

NDRF-team-2.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *