Gujarat

ગીર સોમનાથનાં ભાચા-કંસારી તેમજ વિઠ્ઠલપુર-રોણાજ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રાનું સ્વાગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાચા ખાતે CBC સેલ કાઉન્ટર મશીન તેમજ કેમિકલ એનાલાઈઝર મશીન એમ કુલ રૂ. ૫ લાખનું લોકાર્પણ

  ગિરગઢડા
  ભરત ગંગદેવ.
      ૨૦ વર્ષનો વિશ્વાસ અને ૨૦ વર્ષનો વિકાસ’ એટલે કે વંદે ગુજરાત. સરકારની ૨૦ વર્ષની વિકાસયાત્રાને જન જન સુધી પહોંચાડવા માટે વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ગીર સોમનાથના ઉના તાલુકાના ભાચા પ્રાથમિક શાળા અને કંસારી પ્રાથમિક શાળા તેમજ કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર અને રોણાજ ખાતે વંદે ગુજરાત વિકાસ રથયાત્રા આવી પહોંચી હતી. આ વિકાસયાત્રાનું બાળાઓ તેમજ ગ્રામજનોએ ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું.
પહેલા વિકાસ રથની યાત્રામાં ભાચા, ભડિયાદર, વાજડી, વાવરડા, નાઠેજ, યાજપુર તેમજ સુલતાનપુર ગામો સમવિષ્ટ હતાં તો બીજા વિકાસરથની યાત્રામાં પાંચ પીપળવા, માલગામ, અડવી, વેળવા, વિઠ્ઠલપુર, જમનવાડા તેમજ અદપોકાર ગામો સમવિષ્ટ હતાં. ગ્રામજનોએ ગુજરાતના ૨૦ વર્ષની વિકાસની ગાથા વીડિયો ફિલ્મના માધ્યમથી નિહાળી હતી.
વંદે ગુજરાત વિકાસ રથયાત્રા દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાયા ખાતે રૂ. ૩.૫૦.૦૦૦ની કિંમતનું CBC સેલ કાઉન્ટર મશીન તેમજ રૂ.૧.૫૦.૦૦૦ની કિંમતનું કેમિકલ એનાલાઈઝર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કંસારી ગામે લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અને આંગણવાડીની બહેનોએ થેપલા, ખાખરા, લાડુ જેવી પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન પણ કર્યુ હતું. જ્યારે વિઠ્ઠલપુર અને રોણાજ ખાતે પણ સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી.
વંદે ગુજરાત વિકાસયાત્રાના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકાના પંચાયતના સદસ્ય  ઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

IMG-20220714-WA0513.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *