Gujarat

પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી… ગાયત્રી અખંડ જાપ,દિપ યજ્ઞ,મહા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા.

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
પ્રાચી તીર્થ…સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ના કોળી સમાજ ભવન ખાતે શ્રી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ તથા શ્રીસદગુરુ નેત્ર નિદાન કેમ્પ સેવા સમિતિ આયોજિત ગુરુપૂર્ણિમા નું પાવન પર્વની ભાવભેર ઉજવણી કરી હતી જેમાં સવારે 9:00 થી 05 વાગ્યા સુધી ગાયત્રી અખંડ જાપ તથા ગુરૂ પૂજન,મહા આરતી, દિપ મહા યજ્ઞ, પુર્ણાહુતી, ભોજન પ્રસાદ સહિતના ત્રિવેણી સંગમ જેવા કાર્યક્રમો યોજાયા હતા જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો ભારે વરસાદ હોવા છતાં પણ ભાવી ભક્તોએ હર્ષ ઉલ્લાસ થી જોડાયા હતા અને ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા અને પત્રકાર તથા શ્રી સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન આંખ ના કેમ્પ ના આયોજક જાદવભાઈ ચુડાસમા, કાનાભાઈ સોલંકી બોસન, નાથાભાઈ સોલંકી થરેલી, રોહિતભાઈ દરબાર અમરાપુર, નારણભાઈ વાળા પાદરૂકા, રવિભાઈ મોકરીયા પ્રાચી, સત્યમભાઈ ચુડાસમા, દિવાળીબેન, પ્રજ્ઞાબેન ચુડાસમા, વિશ્વેશ્વરી બેન ચુડાસમા, પ્રતીક્ષાબેન ચુડાસમા,રતિભાઈ, રંજનબેન સહિતના ગાયત્રી પરિવાર ના વરિષ્ઠ પરિજનો એ ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો..

IMG-20220714-WA0472.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *