Gujarat

ઊંઝાના એક ગામની સગીરા એકાએક ગુમ થઈ જતાં ફરિયાદ નોંધાવી

મહેસાણા
ઊંઝા તાલુકામાં આવેલા એક ગામની ૧૬ વર્ષીય સગીરા તારીખ ૬ જુલાઈના ઊંઝાથી પોતાન ગામ જવાનું કહી નીકળી હતી. જાેકે, તે પોતાના ઘરે ન પહોંચતા તેના માતા-પિતાએ સગા સબધીઓ અને આસપાસ તપાસ આદરી હતી. તેમ છતાં સગીરાનો ક્યાંય પતો લાગ્યો ન હતો. આખરે પરિવાર પોલીસને જાણ કરી હતી. ઊંઝા તાલુકાના એક ગામની સગીરા એકાએક ગુમ થઈ જતા સમગ્ર મામલે ૮ દિવસ સુધી શોધખોળ કરવા છતાં સગીરા ન મળતા આખરે તેની માતાએ ઊંઝા તાલુકા પોલીસ મથકમાં અજાણ્યો કોઈ ઈસમ લલચાવી, ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી ગયાની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ કલમ ૩૬૩ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.મહેસાણા જિલ્લામાં અવાર-નવાર સગીરાઓના અપહરણની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક સગીરા એકાએક ગુમ થઈ જતા તેના પરિવારજનોમાં હાલ ચિંતા જાેવા મળી રહી છે. સગીરા ઊંઝાથી પોતાના ગામ જવાનું કહીને નીકળી હતી. જે બાદ ગુમ થઈ હતી. ત્યારે હાલમાં પરિવારજનોએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *