અમરેલી
વિશ્વમાં સૌથી વધુ સિંહો હોય તો એ ગુજરાતમાં ત્યારે હાલના સમયમાં જ્યારે સમગ્ર સૃષ્ટિમાં કોંક્રેટના જંગલો થઈ રહ્યા છે જ્યાં જુવો ત્યાં લોકો મોટી મોટી ગગનચુંબી ઈમારતો બનાવી રહ્યા છે વૃક્ષ કાપી રહ્યાં છે જંગલો હવે ખૂબ જ ઓછા રહ્યા છે અને જે રહ્યા છે ત્યાં પણ ઓછો વિસ્તારોમાં રહ્યા છે ત્યારે અનેક વાર તમે સાંભળ્યું હશે કે કોઈ ગામમાં દિપડો આવ્યો, સિંહ આવ્યો, સિંહણ આવી, સિંહના ટોળા રસ્તાઓ પરથી પસાર થતાં જાેવા મળે છે અને તેમના રસ્તામાં આવતા પશુઓને શિકાર બનાવે છે અને એટલું જ નહીં ગામમાં ઘુસી કે ખેતરમાં ઘુસીને માનવી ઉપર પણ હુમલો કરે છે નાના બાળકોને ખેંચીને લઈ જાય છે ત્યારે આવા સૌથી વધુ કિસ્સાઓ ગીર, તલાલા, અમરેલીના વિસ્તારોમાં સૌથી વધુ જાેવા મળે છે ત્યારે અમરેલીના જાફરાબાદના બાબરકોટ નજીક વનવિભાગના ટ્રેકર અને એસઆરડીના બે જવાનો પોતાની નાઈટ ડ્યુટી પુરી કરી ઘરે પરત ફરતા હતા ત્યારે અચાનક રસ્તામાં એક સિંહણ આવી ચડે છે અને આ બંને એસઆરડી જવાનો પર હુમલો કર્યો છે. આવાતની પુષ્ઠિ વનવિભાગના અધિકારીએ કરી છે કે સિંહણ દ્વારા વનવિભાગના બે એસઆરડી જવાનો પણ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે બે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને જાફરાબાદ બાદ રાજુલા રીફર કરાયા છે. આ સિંહણે બે અલગ – અલગ હુમલામાં ૩ વ્યક્તિઓને ઈજાગ્રસ્ત કર્યા છે. વનવિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે વનવિભાગના ટ્રેકર બે એસઆરડી જવાનો પોતાની નાઈટ ડ્યુટી ખતમ કરી ઘરે જવા રવાના થયા હતા ત્યારે રસ્તામાં આ બે જવાનો પર સિંહણે હુમલો કર્યો હતો જેમાં બંને જવાનો ઈજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ તેમને તાત્કાલિક જાફરાબાદની હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યાર બાદ એમને રાજુલા રીફર કરાયા છે. આ સિંહણનો હુમલો સવારે વહેલા ૪ વાગે થયો હતો. વનવિભાગના અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે આ હુમલાખોર સિંહણને પકડવા વનવિભાગે પાંજરું ગોઠવ્યું છે.

