Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્રોપદી મુ્‌ર્મુનુ કર્યું સ્વાગાત

અમદાવાદ
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂર્ણ થતા રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૮ જુલાઇના રોજ યોજશે. એન.ડી.એના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુ્‌ર્મુ આજે ગુજરાતની મુલાકાતે આવશે અને ભાજપના ધારસભ્યો સંસદો સાથે બેઠક કરશે. રાષ્ટ્રપતિની ચૂટણીમાં ધારસભ્યો અને સાસંદોના મતોનુ મહત્વ હોય છે. આ મતોના મૂલ્યના આધારે રાષ્ટ્રપતિની હાર જીત નક્કી થતિ હોય છે. દ્રોપદી મુર્મુ ઝારખંડના રાજ્યપાલ હતા અને આદીવાસી સમાજમાંથી આવે છે. તેમની યૂપીએ ઉમેદવાર જસવંત સિન્હા સાથે સીધી લાડાઇ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આંધ્રાપ્રદેશ, તમિલનાડૂ,ઓરીસા અને ઝારખંડ સહિતના રાજ્યોએ એન.ડી.એ ના ઉમેદવારને પોતાનું સમર્થન આપ્યુ છે. તેમજ મહારાષ્ટ્રમાં પણ ભાજપના ટેકાથી શિંદે સરકાર બનતા ત્યાં પણ દ્રોપદી મુર્મુ માટે સારા સમાચાર છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એન.ડી.એ ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુજી ગુજરાત આવી પહોંચ્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ભાવ ભર્યું સ્વાગત અભિવાદન કર્યું હતું. સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ તેમજ રાજ્ય મંત્રીમંડળ ના મંત્રીશ્રીઓએ પણ દ્રૌપદી મુર્મુજી નું સ્વાગત કર્યું હતું

Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *